Republic Day - 2019

24 December 2018

મિલખાસિંહ


મિલખાસિંહ

     પદ્મશ્રી એવોર્ડથી સમ્માનિત મિલખા સિંઘને ઉડતા શીખના નામથી ઓળખવામાં આવે છે. તે ભારતના શ્રેષ્ઠ અને સૌથી પ્રખ્યાત ખેલાડી છે. મિલખા સિંઘનો જન્મ પંજાબના લાયલપુરમાં ૮ ઓક્ટોબર ૧૯૩૫માં થયો હતો. ભારતના વિભાજન બાદ થયેલ તોફાનોમાં તેમણે તેના માતા-પિતા ગુમાવ્યા હતા. તેઓ રોમ ખાતે ૧૯૬૦ માં આયોજિત ગ્રીષ્મ ઓલોમ્પિક અને ૧૯૬૪માં ટોક્યોની ગ્રીષ્મ ઓલોમ્પિકમાં ભારતનું  પ્રતિનિધિત્વ કર્યું હતું. ૧૯૫૮ અને ૧૯૬૨માં એશિયન રમતમાં ૨૦૦મી અને ૪૦૦મીમાં સ્વર્ણપદક અને ૧૯૫૮માં કોમનવેલ્થ રમતોમાં સુવર્ણપદક મેળવ્યું હતું. આ તોફાનોને  કારણે આખું પરિવાર ખતમ થયું હોવાથી તેઓ અંતતઃ શરણાર્થી તરીકે ટ્રેન દ્વારા પાકિસ્તાનમાંથી ભારતમાં આવ્યા હતા. એક આશાસ્પદ દોડવીર તરીકે ખ્યાતિ પ્રાપ્ત કર્યા બાદ તેમણે દોડની સ્પર્ધાઓમાં સફળતા પ્રાપ્ત કરી અને અત્યાર સુધીના ભારતના સૌથી શ્રેષ્ઠ દોડવીર બન્યા છે.
       એક વખત તેમને પાકિસ્તાનમાં દોડવા માટે આમંત્રિત કરવામાં આવ્યું પરંતુ બાળપણમાં થયેલી ઘટનાને કારણે તેણે પાકિસ્તાન જવા ઇન્કાર કર્યો હતો. ત્યારબાદ જવાહરલાલ નેહરુએ સમજાવ્યા બાદ તે પાકિસ્તાન જઈ પાકિસ્તાનના પ્રસિદ્ધ ખેલાડીને હરાવ્યો તેથી તેને ઉડતા શીખનું ઉપનામ આપવામાં આવ્યું અને ત્યારથી તેને ઉડતા શીખ કહેવામાં આવે છે. મિલખા સિંઘે ત્યારબાદ રમતગમતમાંથી સંન્યાસ લઈ લીધો અને ભારત સરકાર સાથે ખેલકૂદ ક્ષેત્રમાં પ્રોત્સાહન આપવાનું કામ કરવાનું શરૂ કર્યું. મિલ્ખા સિંઘના જીવન પર આધારિત હિન્દી ફિલ્મ ભાગ મિલ્ખા ભાગ ૧૨મી જુલાઈ, ૨૦૧૩ના રજુ કરવામાં આવી હતી.
ચિત્ર અને માહિતી સૌજન્ય : Wikipedia