Republic Day - 2019

25 December 2018

વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા


સ્ટેચ્યુ ઓફ યુનિટી : વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા


એકતાનું પ્રતિક એવું સ્ટેચ્યુ ઓફ યુનિટી વડોદરા નજીક સાધુ બેટ નામના દ્વીપ પર ૩૨ કિ.મી. દૂર નર્મદા ડેમની સામે સ્થિત છે. આ સ્ટેચ્યુ ભારતના સ્વાતંત્ર્ય ચળવળના નેતા એવા વલ્લભભાઈ પટેલને સમર્પિત છે. આ પ્રોજેક્ટની સ્થાપના ૭ ઓક્ટોબર ૨૦૧૦નાં રોજ કરવામાં આવી હતી ૨૦,૦૦૦ ચો.મી. વિસ્તારમાં ફેલાયેલી આ યોજના ૧૨ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલા એક કૃત્રિમ તળાવથી ઘેરાયેલી છે. ૧૮૨ મીટરની ઊંચાઈ ધરાવતી તે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે.
સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ દ્વારા આ પ્રોજેક્ટની યોજના કરવામાં આવી હતી. આ યોજનાની ખાસ વાત એ છે કે મૂર્તિ માટે જરૂરી લોખંડ અને તેમા ઉપયોગમાં લેવાતા ખેતીના સાધનો દાનના સ્વરૂપમાં ભારતભરનાં ગામોના ખેડૂતો પાસેથી એકત્ર કરવામાં આવ્યા હતા. ૫00,000 થી વધુ ભારતીય ખેડૂતો પાસેથી દાનની અપેક્ષા કરવામાં આવી, અને આ જ કારણે તેને સ્ટેચ્યુ ઓફ યુનિટી નામ આપવામાં આવ્યું.
6 લાખ ગામોમાંથી લાખો ટુકડાઓ એકત્ર કરવા માટે ત્રણ મહિનાની રાષ્ટ્રવ્યાપી ઝુંબેશ કરવામાં આવી. આ સમયગાળા દરમિયાન, 5000 મેટ્રિક ટનથી વધુ આયર્ન એકત્ર કરવામાં આવ્યું, અને આખરે ૩૧ ઓક્ટોબર ૨૦૧૪ ના રોજ મુર્તિનું બાંધકામ શરૂ થયું.
ભારત માં એકતા ચળવળ નું પ્રતિનિધિત્વ કરનાર સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરીને તેમની પ્રતિમા બનાવવામાં આવી રહી છે. નર્મદા ડેમની એકદમ સામે સરદાર પટેલની આ પ્રતિમા સ્થિત કરવામાં આવી. તેમની પ્રતીક બનવવાનો મુખ્ય ઉદેશ લોકો માં એકતા જાળવવાનો છે.
પ્રતિમાના પ્રથમ તબક્કામાં સ્મારકની મુખ્ય જમીન, કેન્દ્રની ઇમારતો, એક બગીચો, હોટલ, એક કન્વેન્શન સેન્ટર, એક મનોરંજન પાર્ક, સંશોધન કેન્દ્રો અને સંસ્થાઓ સાથે જોડતા પુલ બનાવવામાં આવી રહ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર પટેલના ઐતિહાસિક સ્વરૂપ નું પ્રતિનિધિત્વ કરે છે.
૩૧ ઓક્ટોબર ૨૦૧૮નાં રોજ સરદાર પટેલની ૧૪૩મી જન્મજયંતિ નિમિત્તે ભારતનાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનાં હસ્તે 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'નું લોકાર્પણ કરવામાં આવશે.
આ સ્ટેચ્યુ બાદ ચીનનાં લ્યુશાન શહેરમાં સ્પ્રિંગ ટેમ્પલ બુદ્ધાની પ્રતિમા વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા છે.
ચિત્ર અને માહિતી સૌજન્ય : Wikipedia