Republic Day - 2019

25 December 2018

ઇન્દ્રા નૂઇ


ઇન્દ્રા નૂઇ : પેપ્સિકોના સીઇઓ



ઇન્દ્રા નૂઇને કોર્પોરેટ સેક્ટરમાં મહિલા સશક્તિકરણના પ્રતીક રૂપે જોવામાં આવે છે. અમેરિકાના મુખ્ય મહિલા સીઇઓમાંથી તે એક ગણાય છે.
ભારતીય મૂળના ઇન્દ્રા રિસેપ્શનિસ્ટમાંથી પેપ્સિકોના સીઇઓ બન્યા છે. 1955માં ચેન્નાઇમાં તામિલ પરિવારમાં જન્મેલા ઇન્દ્રા કૃષ્ણમૂર્તિ નૂઇ અમેરિકામાં વસે છે. ઇન્ડિયન-અમેરિકન બિઝનેસ એક્ઝિ. તરીકે એમનું નામ દુનિયાની 100 સૌથી પ્રભાવશાળી મહિલાઓમાં ગણાય છે.
મદ્રાસમાં ગ્રેજ્યુએટ અને કોલકાતામાંથી એમબીએમાં પોસ્ટ ગ્રેજ્યુએટ શિક્ષણ પૂરું કરનાર ઇન્દ્રાએ અમેરિકા જઇને યેલ યુનિ.માંથી પબ્લિક અને પ્રાઇવેટ મેનેજમેન્ટમાં ગ્રેજ્યુએટ હાંસલ કર્યું. કારકિર્દીની શરૂઆતમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરનાર ઇન્દ્રા પેપ્સિકો કંપનીના ચેરવુમન અને ચીફ એક્ઝિ. ઓફિસર છે.
016ના આંકડા અનુસાર એમનો વાર્ષિક પગાર આશરે 3 કરોડ ડૉલર છે. વિદેશમાં મળેલી આ સફળતા વિશે તેઓ કહે છે, તમે ત્યાંના માહોલમાં એડજસ્ટ થાવ એ સૌથી વધુ જરૂરી છે. કોલ્ડડ્રિંક્સ અને ફૂડ સેક્ટરની દિગ્ગજ કંપની પેપ્સિકોમાં સતત 12 વર્ષ સુધી સીઇઓ તરીકે રહ્યા બાદ ઓક્ટોબરમાં રાજીનામું આપનાર ઇન્દ્રાને કોર્પોરેટ સેક્ટરમાં મહિલા સશક્તિકરણના પ્રતીકરૂપે જોવામાં આવે છે.
ચિત્ર અને માહિતી સૌજન્ય : Wikipedia