સ્માર્ટપેન : લખો
તો યાદ રાખે અને બોલો તો રેકોર્ડ કરે!!!
વારંવાર નોટ્સ બનાવવી, કાચી નોટ્સને
પાકી નોટ્સ બનાવવીનું કે તેનું પ્રેઝન્ટેશન કરવું; આવું બધું કામ મોટાભાગે મેનેજમેન્ટ, સેલ્સ કે
ડિસ્ટ્રિબ્યૂશન સાથે સંકલાયેલા પ્રોફેશનલ્સ કે વિદ્યાર્થીઓના ભાગે આવે છે. આમ તો
સ્માર્ટફોન અનેક રીતે કામ આવે છે, પરંતુ બધા જ લખાણનું કમ્પાઇલેશન અને વોઇસ રેકોર્ડર વચ્ચેનું
બેલેન્સ બનાવવા માટે તમારે જાતે મથામણ કરવી પડે છે. આ બધી મુશ્કેલીનો સ્માર્ટ ઉકેલ
સ્માર્ટપેન આપે છે. સિમ્પલ ટેક્નોલોજીનું કોમ્બિનેશન ઉપયોગ કરનારા માટે કેટલું સરળ
અને હાથવગું બનાવે છે તેનું ઉદાહરણ આ પેન છે.
તમે તમારી નોટ્સમાં જે
લખો છો એ બધું જ સ્માર્ટપેન યાદે રાખે છે. એટલે કે પેનમાં બધું જ રેકોર્ડ થાય છે.
તમે જે લખી રહ્યા છો એ સમયે તમારા પ્રોફેસર કે તમારા ડિપાર્ટમેન્ટલ હેડ કંઈક બોલી
રહ્યા છે અને એ પણ તમારે યાદ ન રાખવું હોય તો એ નોટ્સ લખતી વખતે જે કંઈ બોલાય છે એ
રેકોર્ડ પણ કરી શકાય છે. રેકોર્ડ કરેલો આ વોઇસ પણ પેનમાં સ્ટોર થાય છે. આ બધું જ
તમે તમારી ફૂરસદે પાછું મેળવી શકો છો અને તમારી નોટ્સને ઓર્ગેનાઇઝ પણ કરી શકો છો.
આમ તો આ સ્માર્ટપેન
ડિસ્લેક્સિયા, ઓછી યાદશક્તિ
ધરાવતા વિદ્યાર્થીઓ અને લર્નિંગના પ્રોબ્લેમ ધરાવતાં લોકો માટે બનાવવામાં આવી છે, પણ ધીરેધીરે તેનો
ઉપયોગ કામને વધુ ઓર્ગેનાઇઝ કરવામાં થઈ રહ્યો છે.
બે GBની મેમરી ધરાવતી
આ પેન ૨૦૦ કલાકનો ઑડિયો રેકૉર્ડ કરી શકે છે, ૧૦૦૦થી વધુ પાનાંની નોટ્સ રેકૉર્ડ કરી શકે છે
તેમ જ ડાયાગ્રામ અને ડ્રૉઇંગ પણ રેકૉર્ડ કરે છે. કોઈ પણ ક્ષણથી ઑડિયો શરૂ કરવા
માટે ફક્ત એક બટન જ દબાવવાનું રહેશે અને એ જ મૂવમેન્ટથી વાયરલેસ સિન્ક્રોનાઇઝેશન
દ્વારા ઑડિયો રેકૉર્ડ થઈ જશે. કોઈ પણ કમ્પ્યુટર કે લૅપટૉપ સાથે કનેક્ટ કરીને
રેકૉર્ડ કરેલી ચીજો વ્યુ કરી શકાશે.
આ પેન સાથેની ઇન્ક રિફિલ
ખાસ હોય છે, પરંતુ પેન સાથે
બે રિફિલ ફ્રી આવે છે અને જ્યારે જોઈએ ત્યારે ઓનલાઇન તમે ઓર્ડર કરી શકો છો.
જો તમે આ પેન ખરીદવા
માંગતા હોવ તો તે www.ebay.in
પર ઉપલબ્ધ છે.
ચિત્ર અને માહિતી સૌજન્ય : Wikipedia