અમુલ દૂધ પીતા હૈ
ઇન્ડિયા!!
"૧૯૪૬માં આણંદમાં ત્રિભુવનદાસ પટેલ દ્વારા
સ્થપાયેલ અમુલ ડેરીને લોકપ્રિય બનાવવાનો શ્રેય ડો. કુરિયનને પ્રાપ્ત થાય છે. આજે
માત્ર આણંદ જ નહીં પરંતુ સમગ્ર દેશની લોકપ્રિય બ્રાંડ તરીકે અમૂલે તેની ઓળખ
પ્રસ્થાપિત કરી છે. માત્ર એટલું જ નહીં વિશ્વનાં ૪૦ દેશોમાં આ બ્રાંડ ઉપલબ્ધ છે
અને વિશ્વની સૌથી મોટી શાકાહારી માખણની બ્રાંડ પણ અમુલ છે."
આ બ્રાંડનું સંચાલન
ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ દ્વારા કરવામાં આવે છે. અમૂલે
શ્વેત ક્રાંતિ કરી છે, જેણે આજે ભારતને
દુનિયાનો સૌથી મોટો દૂધ અને દૂધની ઉત્પાદનનો ઉત્પાદક દેશ બનાવ્યો છે. આ ક્રાંતિ
ત્રિભુવનદાસ પટેલના નેતૃત્વમાં સરદાર વલ્લભભાઇ પટેલ અને ડૉ. વર્ગીસ કુરિયનના માર્ગદર્શન
હેઠળ કરવામાં આવી હતી; જેમનાં પરિણામે
૧૯૪૬માં ખેડા ડિસ્ટ્રિક્ટ મિલ્ક યુનિયન લિમિટેડની સ્થાપના થઇ હતા.
આ સંસ્થા સહકારી રીતે દૂધ
ઉત્પાદન કરતાં લાખો લોકોની માલિકીની છે. હાલમાં અમુલ વિવિધ પ્રકારની પેદાશો જેવી
કે દૂધનો પાવડર, પનીર, દૂધ, ઘી અને દેશી મીઠાઈ
વગેરેની નિકાસ કરે છે. વિશ્વનાં મુખ્ય બજારોમાં અમેરિકા, વેસ્ટ ઇન્ડિઝ અને
આફ્રિકા, ગલ્ફ, સાર્ક અને પાડોશી
દેશો સિંગાપોર, ફિલિપિન્સ, થાઈલેન્ડ, જાપાન અને
ચાઈનાનો સમાવેશ કરી શકાય. ઉત્પાદનોમાં દૂધ, દૂધનો પાવડર, ઘી, માખણ, મસ્તી, દહીં, છાશ, ચોકલેટ, આઈસ્ક્રીમ, ક્રીમ, શ્રીખંડ, પનીર, ગુલાબજાંબુ, લહેજતદાર દૂધ, બાસુંદી વગેરેનો સમાવેશ કરી શકાય.
૧૯૬૪માં તત્કાલીન
પ્રધાનમંત્રી લાલ બહાદૂર શાસ્ત્રીને કેટલ ફીડ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવા આમંત્રિત
કરવામાં આવેલા. યોજના અનુસાર તેઓને તે જ દિવસે પરત થવાનું હતું પરંતુ આ સહકારી
મંડળીની સફળતા જાણવા ત્યાં જ રોકાયા અને આ મંડળીનું નિરીક્ષણ કર્યું અને તેની
કામગીરીથી પ્રભાવિત થયા. અમુલ માત્ર ખેડૂતો પાસેથી ફક્ત દૂધ એકત્ર નહોતું કરતું
પરંતુ તેમની આર્થિક સ્થિતિ પણ સુધારતું હતું.
ચિત્ર અને માહિતી સૌજન્ય : Wikipedia