બરફનો ટુકડો
પાણીમાં કેમ ડૂબતો નથી?
તમે કોઈ પાણી ભરેલા વાસણમાં
બરફનું નિરીક્ષણ કર્યું હશે તો તમે જોયું હશે કે બરફ તરે છે. હવે તમને પ્રશ્ન થશે
કે બરફ ઘન પદાર્થ હોવા છતાંય ડૂબતો કેમ નથી? શા માટે તરે છે?
વાસ્તવમાં કોઈ પણ ચીજ
પાણીમાં તરે છે કે ડૂબે છે તો તે એક સિદ્ધાંત અનુસાર થાય છે. આર્કીમિડિજ સિદ્ધાંત
અનુસાર બરફનો ટુકડો પાણીમાં ડૂબતો નથી.
આ સિદ્ધાંત અનુસાર કોઈ પણ
ચીજ કે વસ્તુ પાણીમાં તરે છે તો પાણી પોતાના વજનની બરાબર વસ્તુને હટાવી દે છે; પરંતુ તમને
જાણીને આશ્ચર્ય થશે કે બરફનો ટુકડો પાણીથી હલકો હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો
પાણી જામ્યાં બાદ બરફ બની જાય છે; જે વધારે જગ્યા રોકી લે છે. આ કારણે બરફનું ઘનત્વ પાણીનાં
ઘનત્વથી ઓછું થઇ જાય છે. આથી જ બરફ પાણી પર તરે છે.
ચિત્ર અને માહિતી સૌજન્ય : Wikipedia