Republic Day - 2019

25 December 2018

સમુદ્રમાં મોતી કઈ રીતે બને છે?




સમુદ્રને તળિયે કાલુ નામની છીપ પડી રહેતી હોય છે. તેમનો ઉપર અને નીચોનો ભાગ ઢાળ જેવો મજબૂત અને કઠણ હોય છે; પરંતુ અંદરનો જીવ અત્યંત નરમ અને પોચો હોય છે. આ છીપની નાની અમથી ફાટ દ્વારા ક્યારેક રેતીના કણ અંદર ખૂંપી જાય છે ત્યારે તેમને સખત બળતરા થાય છે અને દુખાવો ઓછો કરવા તે ખાસ જાતનાં પ્રવાહીના રસનું પડ આવાં કણ ફરતે લપેટે છે.

ટૂંક સમયમાં પ્રવાહી થીજે એટલે ગોળાકાર જેવું એક મોતી બને છે. કાલુની હિંસા વગર આ મોતી કાઢવું અશક્ય છે; આમ છતાંય દરવર્ષે મરજીવાઓ દ્વારા અનેક કાલુનો ભોગ લેવાય છે. ઘણીવાર તો કાલુનાં નરમ શરીરમાં મરજીવાઓ જાતે રેતીનો કણ ઘૂસાડીને મોતી તૈયાર કરવા ફરજ પાડે છે.
ચિત્ર અને માહિતી સૌજન્ય : gujaratsamachar