વજન ઘટાડવાનો હોય કે
ખૂબસૂરતી વધારવાની; મધનાં ફાયદાની
યાદી તો ખુબ લાંબી છે. પરંતુ શું તમને ખબર છે કે મધ ક્યારે ખરાબ નથી થતું.
ક્યારેક નોટિસ કરજો કે
મધની બોટલ પર એક્સપાયરી ડેટ નહીં હોય કારણ કે શુદ્ધ મધની કોઈ જ એક્સપાયરી ડેટ હોતી
નથી. મિસ્રથી લઈને કેટલીયે જૂની સભ્યતાઓનાં ઈતિહાસ પરથી જાણવા મળશે કે હજારો વર્ષ
જૂની સભ્યતાઓનાં અવશેષમાં કેટલીએ વાર મધ પ્રાપ્ત થયું છે; એ પણ સારી
અવસ્થામાં!!! હવે જો તમારું મધ બગડી જાય તો સમજી લેજો કે આ તેમાં કોઈ પણ પ્રકારની
અન્ય મિલાવટ છે.
હવે તમને પ્રશ્ન થતો જ હશે
કે મધ કઈ રીતે બને છે? મધમાખીનું આયુષ્ય
ઓછામાં ઓછું ૪૫ દિવસનું હોય છે. આ સમયગાળામાં મધમાખી એક ચમચીનાં ૧૨માં ભાગ જેટલું
જ મધ બનાવી શકે છે. આશરે મધપુડામાં ૩૦થી ૬૦ હજાર મધમાખીઓ હોય છે અને તેઓ એક
વર્ષમાં ૩૦થી ૫૦ કિલો મધ બનાવવાની ક્ષમતા ધરાવે છે.
મધ એકમાત્ર એવો પદાર્થ છે, જે જીવજંતુઓ
દ્વારા બનાવવામાં આવે છે અને તેમનો ઉપયોગ મનુષ્ય ઔષધ અને સ્વાદિષ્ટ ખોરાક એમ બંને
માટે કરે છે.
ચિત્ર અને માહિતી સૌજન્ય : gujaratsamachar