ભારત આઈટી ક્ષેત્રનો
દુનિયાનો અગ્રણી દેશ હોવાની સાથોસાથ તેમાં આઈટી એન્જિનિયર્સની સંખ્યા ખુબ જ વધારે
છે અને ભારતનાં યુવાનો એન્જિનિયરીંગનાં કોર્સ પણ રોજગારનાં તરીકા તરીકે ઘણો જ પસંદ
કરે છે. જો તમારા કોઈ પરિચિત કે દોસ્ત હોય તો આ એ સમય છે જેમને તમે આ સમયે માનવ
જીવનમાં રચનાત્મક બદલાવ લાવવા માટે દરેક એન્જિનિયર્સને ધ્યાનમાં રાખીને બધાઈ આપી
શકો છો.
શું તમે જાણો છો કે મહાન
ભારતીય એન્જિનિયર ભારત રત્ન સર એમ વિશ્વેશ્વરૈયાની યાદમાં ભારતમાં દર વર્ષે 15 સપ્ટેમ્બરની
એન્જિનિયર દિવસ તરીકે મનાવવામાં આવે છે? આ દિવસે સર એમ. વિશ્વેશ્વરૈયાનો જન્મ થયો હતો.
વિશ્વેશ્વરૈયાનો જન્મ 15 સપ્ટેમ્બર 1860નાં મૈસૂરમાં થયો
હતો. અભ્યાસમાં ખૂબ જ હોંશિયાર વિશ્વેશ્વરૈયાએ મૈસૂર સરકારની મદદથી
એન્જિનિયરીંગનાં અભ્યાસ માટે પૂનાની સાઈન્સ કોલેજમાં એડ્મિશન મેળવ્યું. ત્યારબાદ
મહારાષ્ટ્ર સરકારમાં તેઓ નાસિકમાં સહાયક એન્જિનિયરનાં પદ પણ નિયુક્ત થઈ ગયા.
કૃષ્ણરાજસાગર બંધ, ભદ્રાવતી આયર્ન
એન્ડ સ્ટીલ વર્કસ, મૈસૂર સંદલ ઓઈલ
એન્ડ સોપ ફેક્ટરી, મૈસુર
વિશ્વવિદ્યાલય, બેંક ઓફ મૈસુર -
આ બધાનું નિર્માણ તેમનાં અથાગ પ્રયત્નોને કારણે જ શક્ય બન્યું છે. શિક્ષણને તેઓ
ખુબ જ મહત્વ આપતા હતા. તેમના મૈસુર રાજ્યનાં દિવાન રહેતાં સ્કૂલોની સંખ્યા 4500થી વધીને 10,500 થઈ ગઈ અને
વિદ્યાર્થીઓની સંખ્યા 1,40,000થી 3,66,000 સુધી પહોંચી ગઈ.
છોકરીઓ માટે અલગ હોસ્ટેલ અને પહેલી ફર્સ્ટ ગ્રેડ કોલેજ ખોલાવવાનો શ્રેય પણ
વિશ્વેશ્વરૈયાને ફાળે જાય છે.
તેમનાં કામોને જોતા ઈ.સ. 1955માં તેમને
સર્વોચ્ય ભારતીય સમ્માન ભારત રત્નથી સમ્માનિત કરવામાં આવ્યાં. સાર્વજનિક જીવનમાં
તેમનાં એન્જિનિયરીંગનાં યોગદાનમાં તેમનાં જન્મદિવસ નિમિત્તે ભારતમાં દરવર્ષે
એન્જિનિયર ડે તરીકે મનાવવામાં આવે છે.
ચિત્ર અને માહિતી સૌજન્ય : gujaratsamachar