Republic Day - 2019

24 December 2018

ગંગા


પવિત્ર ગંગા નદી


            ગંગા પવિત્ર નદી તરીકે ઓળખાય છે. હરકી પૈડી ભારત દેશમાં પવિત્ર ગંગા નદી કિનારે આવેલી ધાર્મિક મહત્વ ધરાવતી હરદ્વાર નગરી ખાતે આવેલું મહત્વનું ધાર્મિક સ્થળ છે. હરકી પૈડીનો ભાવાર્થ હરિ એટલે વિષ્ણુ ભગવાનના ચરણએવું માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર સમુદ્રમંથન દરમિયાન વિશ્વકર્માજી અમૃત માટે ઝઘડી રહેલા દેવ-દાનવોથી બચાવીને લઇ જતા હતા, ત્યારે અમૃતના ટીપાં પૃથ્વી પર પડતા તે સ્થળો ધાર્મિક સ્થળો બની ગયા.અમૃતના ટીપાં હરદ્વારમાં પણ પડેલા જેથી તે સ્થળ હરકી પૈડી હતું. હરદ્વારની યાત્રા કરવા આવેલા બધા શ્રદ્ધાળુની સૌથી મોટી ઈચ્છા ગંગા નદીમાં સ્નાન કરવાની હોય છે. એવું મનાય છે અહીં સ્નાન કરવાથી પાપમાંથી મુક્ત થઇ જવાય છે. હરકી પૈડીને બ્રહ્મકુંડ તરીકે પણ ઓળખવામાં આવે છે.

            સામાન્ય રીતે દર વર્ષે દશેરાની રાત્રિએ હરિદ્વાર ગંગા નદીનું પાણી આંશિક રીતે સુકવી નદીની સફાઈ અને ઘાટોનું સમારકામ કરવામાં આવે છે.તેનું પાણી સામાન્ય રીતે દિવાળીના રાત્રે પુનઃસ્થાપિત કરવામાં આવે છે. પરંતુ ગંગા આરતી દરેક દિવસે રાખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે મા ગંગા દશેરાના દિવસે તેના પૈતૃક ઘરની મુલાકાત લે છે અને ભાઈ દુજ આપે છે. આ સ્થાન પર વહેતાં ગંગાના જળમાં પાપોને ધોઇ નાખવાની શક્તિ છે અને અહીં એક પથ્થરમાં વિષ્ણુ ભગવાનનાં પદચિહ્નો આ વાતનું સમર્થન કરે છે. દરરોજ સાંજે સૂર્યાસ્તના સમયે સાધુ-સંન્યાસીઓ ગંગા આરતી કરે છે એ સમયે નદીનું નીચે તરફ વહેતું જળ રોશનીયુક્ત દેખાય છે અને તે સમયે શ્રધ્ધાળુઓ દિવડાઓ પાણીમાં તરતા મૂકવાનો લ્હાવો લે છે. નહેરના કાંઠા પર નાના નાના અનેક ઘાટો આવેલા છે.
ચિત્ર અને માહિતી સૌજન્ય : Wikipedia