કુદરતી રબર
કુદરતી રબર એક પ્રકારનું ઈલસ્ટોમર છે
રબર અજોડ ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો દર્શાવે છે. જે મૂળભૂત રીતે લેટેક્ષ,કેટલાક ઝાડના
સત્ત્વમાંથી નીકળતો દૂધ જેવો ચીકણો પદાર્થ,તેમાંથી મળી આવે છે. વનસ્પતિને "ટેપ"
કરવામાં આવે છે, એટલે કે ઝાડનાં
થડ પર કાપો મૂકીને લેટેક્ષનાં રસને એકત્રિત કરવામાં આવે છે અને ત્યારબાદ તેને
શુદ્ધ કરીને ઉપયોગમાં લેવાય તેવું રબર બનાવવામાં આવે છે. નેચરલ રબરને લેટેક્ષ અથવા
બાગાયતમાં ઉગાડવામાં આવેલા રબરના ઝાડો પરથી મેળવાયેલા પ્રવાહી રસમાંથી બનાવાય છે.
રબરનું ઉત્પાદનમાં વધઘટ થયા કરે છે, સામાન્ય પણે ચોમાસામાં ઓછું રહે છે. રબર ઘણા
ઉત્પાદકો માટે ઉપયોગી પદાર્થ છે. રબરનો ઉપયોગ જોડા હાથમોજા,ફુગ્ગા અને
રમકડામાં થાય છે. ઝાડમાંથી પ્રાપ્ત થતાં કુદરતી રબરને કૃત્રિમ રબરથી અલગ પાડવા
માટે ક્યારેક તેને ગમ રબર પણ કહેવામાં આવે છે.
પેરા રબરનાં ઝાડ શરુઆતમાં દક્ષિણ
અમેરિકામાં ઉગાડવામાં આવતા હતાં. રબરમાં મુખ્યત્વે બે પ્રકારનાં દ્રાવકો હોય છે
ટર્પેંટાઈન અને નેપ્થા.. રબર લેટેક્ષ રબરનાં ઝાડમાંથી પ્રાપ્ત કરવામાં આવે છે. બગીચાઓમાં
ઉછેરવામાં આવેલાં રબરનાં ઝાડની અર્થશાસ્ત્રીય ઉંમરનો સમયગાળો લગભગ 32 વર્ષની આસપાસ
હોય છે. ઝાડની છાલમાં રહેલી લેટેક્ષની નળીઓ ગોળાકારે જમણી તરફ ઉપર ઉઠતી હોય છે. આ
કારણસર, ટેપીંગ કરવામાં
આવેલાં કાપાં હમેંશા ડાબી તરફ ઉપર ઉઠતાં રાખવામાં આવે છે જેથી વધારે નળીઓને કાપી
શકાય. ઝાડ લગભગ ચાર કલાક સુધી લેટેક્ષ ટપકાવે છે, જે ટેપીંગનાં કાપાઓ પર કુદરતી રીતે જ જામીને
ગંઠાઈ જાય છે, અને એટલે લેટેક્ષ
નળીઓને છાલ પર અવરોધી લે છે રબરનો સૌપ્રથમ ઉપયોગ ઑલમેક્સ દ્વારા કરવામાં આવ્યો
હતો. લેટેક્ષને ઉકાળીને રમવાં માટે દડો બનાવ્યો હતો.
ચિત્ર અને માહિતી સૌજન્ય : Wikipedia