બ્રહ્માંડમાં રહેલ અસંખ્ય
તારાઓની જેમ સૂર્ય પણ એક સામાન્ય તારો જ છે. આ સૂર્ય આપણા માટે ખુબ જ અગત્યનો છે
કારણ કે તે પૃથ્વીની ખુબ જ નજીક છે અને પૃથ્વીને પ્રકાશ અને ઉષ્મા આપે છે. આ
પ્રકાશ અને ઉષ્માની મદદથી પૃથ્વી પર વનસ્પતિ, પ્રાણીઓ, અને અન્ય જીવંત વસ્તુઓ જીવન જીવે છે. સૂર્યની
ગેરહાજરીમાં પૃથ્વી પર જીવન શક્ય જ નથી.
સૂર્ય કેટલો ગરમ છે?
સૂર્યનાં કેન્દ્રનું
તાપમાન લગભગ 16 લાખ ડિગ્રી
સેલ્સિયસ માનવામાં આવે છે. કેન્દ્રનું આ તાપમાન સૂર્યની સપાટી પર પહોંચતા લગભગ 6000 ડિગ્રી સેલ્સિયસ
જેટલું થઇ જાય છે. તેમ છતાં આ તાપમાન એટલું ઉચું છે કે તેને કંઈ પણ સ્પર્શે તે
ઓગળી જાય.
સૂર્ય આટલો ચમકે છે શા
માટે?
સૂર્ય આકાશમાં સૌથી વધારે
ચમકે છે કારણ કે તે સતત વિસ્ફોટ કરતો રહેતો અને વાયુને ફેંકતો રહેતો વિશાળ કદનો
સળગતો ગોળો છે. સૂર્યનાં પ્રકાશને પૃથ્વી સુધી પહોંચતા માત્ર આઠ જ મિનિટ લાગે છે
તેમ છતાં તે પ્રકાશ એટલો શક્તિશાળી છે કે તે આપણે આંખને નુકસાન કરી શકે છે. તેનાં
કારણે જ આપણે સૂર્યની સામે સીધા ક્યારેય જોવું જોઈએ નહીં, અને તડકામાં
ચશ્માં પહેરવા જોઈએ.
સૂર્યગ્રહણ ક્યારે થાય છે?
ચંદ્ર પૃથ્વીની
પ્રદક્ષિણા ફરે છે. જયારે ચંદ્ર પૃથ્વી અને સૂર્યની વરચે આવે છે ત્યારે ચંદ્રનો
પડછાયો પૃથ્વીનાં કેટલાંક ભાગ પર પડે છે ત્યારે સૂર્યગ્રહણ થાય છે. સંપૂણ
સૂર્યગ્રહણ ક્યારેક જ થાય છે ત્યારે થોડી વાર માટે આકાશમાં સૂર્ય દેખાતો બંધ થઇ
જાય છે અને ચારેબાજુ અંધકાર અને ઠંડક છવાઈ જાય છે.
સૌજન્ય : gujaratsamachar