Republic Day - 2019

24 December 2018

ઇલોરા


ઇલોરા 


       વિશ્વ ધરોહરમાં સમાવિષ્ટ ઈલોરાની ગુફાઓનું નિર્માણ રાષ્ટ્રકૂટ વંશના શાસકો દ્વારા કરવામાં આવ્યું છે. ભારતનાં મહારાષ્ટ્ર રાજયમાં ઔરંગાબાદથી ૩૦કિ.મી દુર આ ગુફા આવેલ છે. ઈલોરા એક પુરાતાત્વિક સ્થળ છે, ઈલોરા ભારતીય પાષાણ શિલ્પ સ્થાપત્ય કલાનો સાર છે. ત્યાં ૩૪ "ગુફાઓ" અસલમાં એક ઊર્ધ્વાધર ઊભી ચરણાદ્રિ પર્વતનો એક ફલક છે. ઈલોરાની ગુફામાં હિંદુ, જૈન અને બૌધ ધર્મના મંદિર આવેલ છે. હિંદુ ગુફાઓ છઠ્ઠી સદીના મધ્યમાં અને આઠમી સદીના અંતમાં બાંધવામાં આવેલ છે. આ ગુફાઓ પાંચમી અને દસમી શતાબ્દીમાં બનેલ હતી. અહીં ૧૨ બૌદ્ધ ગુફ઼ાઓ (૧-૧૨), ૧૭ હિંદુ ગુફાઓ (૧૩-૨૯) અને ૫ જૈન ગુફાઓ (૩૦-૩૪) છે. આ બધી ગુફાઓ એકબીજાની આસપાસ બનેલ છે અને પોતાના નિર્માણ કાળના ધાર્મિક સૌહાર્દને દર્શાવે છે.
       જગન્નાથ સભા ગ્રુપએ ૯મી સદીમાં રાષ્ટ્રકૂટ દ્વારા પાંચ જૈન મંદિરો બનાવવામાં આવ્યાં હતા. ઈલોરાના ૩૪ મઠ અને મંદિર ઔરંગાબાદની નજીક ૨ કિમી ક્ષેત્રમાં વિસ્તરેલ છે. તે ઊંચી બેસાલ્ટની ઊભા ખડકોની દીવાલોને કાપી બનાવાયા છે. દુર્ગમ પહાડીઓ વાળા વિસ્તારમાં આવેલી ઈલોરાની ગુફાઓ ૬૦૦ થી ૧૦૦૦ ઈસવીના કાળની છે, જે પ્રાચીન ભારતીય સભ્યતાનું જીવંત પ્રદર્શન કરે છે. બૌદ્ધ, હિંદૂ અને જૈન ધર્મને પણ સમર્પિત પવિત્ર સ્થાન ઈલોરા પરિસર ન કેવળ અદ્વિતીય કલાત્મક સર્જન અને એક તકનીકી ઉત્કૃષ્ટતા છે.
ચિત્ર અને માહિતી સૌજન્ય : Wikipedia