Republic Day - 2019

30 December 2018

ગોલકોન્ડાનો પ્રાચીન અને ભવ્ય કિલ્લો



ભારતમાં પ્રાચીન કિલ્લાઓમાં ગોલકોન્ડાનો કિલ્લો સમૃધ્ધિ અને ભવ્યતાનું પ્રતીક છે. કર્ણાટકના ગોલકોન્ડામાં આવેલા આ કિલ્લાની તીજોરીમાં વિશ્વપ્રસિધ્ધ કોહિનૂર, દરિયાએ નૂર અને હીપ ડાયમંડ જેવા હીરા સચવાયેલા.
ગોલકોન્ડા એટલે ગોળાકાર ટેકરી. કિલ્લો પણ ગોળાકાર ટેકરી પર બંધાયેલો છે. મોગલ કાળમાં કુતુબશાહના શાસનકાળમાં ૧૬મી સદીમાં આ કિલ્લો બંધાયેલો.
ગોલકોન્ડાનો કિલ્લો મૂળ કાકરીયા વંશના રાણી રૂદ્રમાદેવીએ બંધાયેલો. મોગલોએ તે કબજે કર્યા બાદ બહમની સુલતાને તેને નવું સ્વરૂપ આપેલું. કિલ્લાની ફરતે ૧૦ કિલોમીટર લાંબી દીવાલ છે. સંકુલમાં કુલ ચાર કિલ્લા છે. દીવાલમાં આઠ દરવાજા અને ૮૭ બુરજ છે.
ગોલકોન્ડાનું એન્જિનિયરિંગ અદભૂત છે. તેનો ફતેહ દરવાજો સૌથી મોટો છે. કિલ્લાના મુખ્ય ખંડમાં ઊભા રહીને તાળી પાડો તો તેના પડઘા એક કિલોમીટર દૂર આવેલા બીજા કિલ્લાના હોલમાં સ્પષ્ટ સંભળાય. કિલ્લાના દરવાજા, ઘૂમ્મટ, મિનારા બધુ જ સુંદર કોતરણીથી ભવ્ય બન્યું છે. કિલ્લામાં રાહબાન તોય જોવા જેવી છે. આ કિલ્લામાં ગુપ્ત ભોંયરૂં છે તે ચાર મિનાર સુધી પહોંચતુ હોવાની માન્યતા છે. કિલ્લામાં દરબાર હોલ, નગિના બાગ, સ્નાનાગાર, ઊંટનો તબેલો તારામતી મસ્જિદ, હબશી કમાન વગેરે જોવા લાયક બાંધકામો પણ છે.

સૌજન્ય : gujaratsamachar

કેમોથેરાપીનો શોધક: પોલ એર્લિક




ઘાતક રોગ કેન્સરની સારવાર માટે કેમોથેરાપી એક આશીર્વાદ રૂપ સારવાર છે. ચોક્કસ પ્રકારના જંતુઓ ઉપર સીધો હુમલો કરી નાશ કરવા માટે રસાયણ આધારિત આ સારવારને કેમોથેરાપી નામ અપાયું છે.

 
શરૂઆતમાં તેને મેજિક બુલેટ કહેતાં. આ પધ્ધતિની શોધ કરવા બદલ પોલ એર્લિકને ૧૯૦૮માં મેડિસિનનું નોબેલ એનાયત થયેલું.
પોલ એર્લિકનો જન્મ જર્મનીના સ્ટ્રેલેનમાં ઇ.સ.૧૮૫૪ ના માર્ચની ૧૪ તારીખે થયો હતો. પોલને કિશોરાવસ્થામાં જ વિવિધ બેકટેરિયા પર પ્રયોગો કરવાનો શોખ હતો. તેના પિતરાઈ ભાઈ ડોક્ટર હોવાથી તેને પણ ડોક્ટર બનવાની પ્રેરણા મળેલી. શાળાકીય અભ્યાસ પુરો કરીને તે લીપઝિગ, ફ્રીબર્ગ અને સ્ટાર્સબર્ગ એમ વિવિધ યુનિવર્સિટીમાં ઉચ્ચ શિક્ષણ લઈને તે બર્લીનમાં ચેપી રોગોની હોસ્પિટલમાં ડોકટર તરીકે જોડાયો.
એર્લિકને પોતાને ટીબીનો રોગ થયેલો. તે બે વર્ષ ઇજિપ્તમાં રહીને સાજો થઈ ફરી જર્મની આવ્યો સંશોધનોમાં એર્લિકે તેની દવા શોધીને ઘણા દર્દીને બચાવ્યા.

આ શોધથી તે પ્રસિધ્ધિ પામ્યો. ઇ.સ.૧૮૯૯માં તેને ફ્રેન્કફર્ટની રોયલ ઇન્સ્ટીટયૂટમાં સંશોધક તરીકે નિમણૂક મળી. અહીં જ તેણે કેન્સર માટે કેમોથેરાપીની શોધ કરી. ૧૯૦૯માં તેણે સિફિલિસની પ્રથમ દવા પણ શોધી. ઇ.સ.૧૯૧૫ના ઓગસ્ટની ૨૦ તારીખે તેનું અવસાન થયું હતું.
સૌજન્ય : gujaratsamachar

'દૂધગંગા' ગેલેકસીનું જાણવા જેવું



આપણી સૂર્યમાળા દૂધગંગા (મિલ્કી વે) ગેલેકસીનો એક ભાગ છે. અવકાશમાં તે દૂધીયા રંગના પટ્ટા જેવી દેખાય છે.
ઇ.સ.૧૬૨૦માં ગેલેલિઓએ દૂધગંગા ગેલેકસીની શોધ કરી હતી.
એડવિન હબલે બ્રહ્માંડમાં અન્ય ગેલેક્સીઓ છે તેવી શોધ કરેલી.
દૂધગંગાના કેન્દ્રમાં વિરાટ બ્લેક હોલ છે.
દૂધગંગામાં અબજો તારા છે. પૃથ્વી 
પરથી તેનો થોડો ભાગ જ જોઈ શકાય છે.
દૂધગંગા તેની કેન્દ્રીય ધરી પર ચક્રાકાર ફરે છે.
ચીનમાં આ ગેલેકસીને 'રૂપેરી નદી' કહે છે.
આપણી આખી સૂર્યમાળા દૂધગંગામાં કેન્દ્રની આસપાસ ૮૨,૭૦૦૦ કિલોમીટરની ઝડપે પ્રદક્ષિણા કરે છે.
 સૌજન્ય : gujaratsamachar

લોહી વિશે આ પણ જાણો .



પૃથ્વી પરના પ્રાણી, પક્ષીઓ, જળચર અને જંતુઓના શરીરમાં વિવિધ અંગોમાં શક્તિ પહોંચાડવા માટે પ્રવાહી લોહી સમગ્ર શરીરમાં ફરતું રહે છે. દરેક સજીવના લોહીની વિશેષતા અલગ અલગ છે.

લોહી હિમોગ્લોબીન તત્વને કારણે લાલ દેખાય છે. લોહીમાં રક્તકણો, શ્વેતકણો અને તેને તરતાં રાખનાર પ્રવાહી પ્લાઝમાં હોય છે. લોહી વિશે કેટલીક રસપ્રદ વાતો પણ જાણવા જેવી છે. શરીરની રકત વાહિનીઓમાં ફરતું લોહી સતત ફરતું રહી લાખો કિલોમીટરનું અંતર કાપે છે.
માણસના શરીરના વજનનો સાત ટકા ભાગ લોહીનો છે. લોહીમાં રહેલા રક્તકણો ૧૨૦ દિવસ જીવે છે અને તે નાશ પામીને નવા બને છે. આમ લગભગ સાત દિવસમાં તમામ રક્તકણો બદલાઈ ગયેલા હોય છે.
જુદા જુદા માણસોના લોહીનું બંધારણ જુદુ જુદું હોય છે. તે અલગ ગ્રુપથી ઓળખાય છે. લોહી અન્ય જરૂરિયાતવાળા દર્દીને આપી શકાય છે. લોહીમાં રહેલા શ્વેતકણો રોગોના જંતુઓ સામે લડીને શરીરને રોગોથી બચાવે છે.

સૌજન્ય : gujaratsamachar