Republic Day - 2019

03 January 2019

ચાંપશી ઉદેશી



 ચાંપશી વિઠ્ઠલદાસ ઉદેશી, ‘ચંદ્રાપીડ’ (૨૪-૪-૧૮૯૨, ૨૬-૨-૧૯૭૪) નવલકથાકાર, વાર્તાકાર, નિબંધલેખક, કવિ. પત્રકાર. જન્મ ટંકારામાં. વતન ગોંડલ. મેટ્રિક પછી ગુજરાતી શાળાના શિક્ષક. ૧૯૨૨માં નવચેતનમાસિકનો કલકત્તામાં પ્રારંભ. ૧૯૪૨ના કોમી રમખાણને લીધે નવચેતનસાથે વડોદરામાં સ્થળાંતર. ૧૯૪૬માં ફરી કલકત્તા. ૧૯૪૮માં નવચેતનસાથે અમદાવાદમાં સ્થાયી. ૧૯૭૨માં નવચેતનનો સુવર્ણ મહોત્સવ. ટૂંકી માંદગી પછી અમદાવાદમાં અવસાન.

નવચેતનમાસિકના જીવનભરના આ તંત્રી એક જમાનાના પ્રખ્યાત નાટ્યકાર હતા. તેમનાં ઘણાં નાટકો ભજવાયાં હતાં એટલું જ નહીં પણ કલકત્તાથી મુંબઈ સુધીના પ્રેક્ષકોમાં પ્રખ્યાત થયાં હતાં. ગરીબ આંસુ’, ‘ઘેલી ગુણિયલ’, ‘ન્યાયના વેરઆવા સફળ નાટકો છે.

સૌજન્ય : gujaratisahityaparishad