દેશળજી કહાનજી પરમાર (૧૩-૧-૧૮૯૪, ૧૨-૨-૧૯૬૬): કવિ.
ગણોદ (તા.ગોંડલ)ના વતની. જન્મ સોરઠના સરદારગઢમાં. પ્રાથમિક અભ્યાસ લોધીકામાં.
૧૯૧૨માં મેટ્રિક. ૧૯૧૬માં ભાવનગરની શામળદાસ કૉલેજમાંથી બી.એ. કાયદાના અભ્યાસ માટે
મુંબઈ ગયા પરંતુ બે વાર અનુત્તીર્ણ થવાથી ત્યાં જ ‘વીસમી સદી’માં હંગામી કારકુન. ૧૯૧૮માં અભ્યાસ અધૂરો છોડી
ગોંડલની કૉલેજમાં શિક્ષક. ૧૯૨૨માં વનિતાઆશ્રમ, અમદાવાદમાં શિક્ષક. એ દરમિયાન ‘કુમાર’માં કાર્ય.
૧૯૩૧માં ગોંડલના રેવન્યુ ખાતામાં. ભાયાવદર નગરપાલિકાના પ્રમુખ. ૧૯૫૩માં નિવૃત્ત.
ગોંડલમાં અવસાન.
ગીત,
સોનેટ, દીર્ઘકાવ્ય, મુક્તક વગેરે
સ્વરૂપોમાં એમની ભાવનાશીલતા, રાષ્ટ્રભાવના અને અંગત સંવેદનો વ્યક્ત થયા છે. કલ્પના – ઊર્મિનો ઉછાળ અને
લયની કમનીયતા એમના ગીતોનો વિશેષ છે.
સૌજન્ય : gujaratisahityaparishad
