Republic Day - 2019

04 January 2019

પિનાકીન ઠાકોર



 પિનાકિન ઉદયલાલ ઠાકોર (૨૪-૧૦-૧૯૧૬, ૨૪-૧૧-૧૯૯૫): કવિ, ગદ્યકાર. બ્રહ્મદેશના મ્યૌંગમ્યોં શહેરમાં જન્મ. વતન અમદાવાદ. માધ્યમિક શિક્ષણ વડોદરામાં. ૧૯૩૪માં મેટ્રિક. ત્યાં એક વર્ષ કૉલેજનો અભ્યાસ કરી પૂના જઈ ૧૯૩૮માં કૃષિવિદ્યામાં બી.એસ.સી. થયા. ૧૯૪૦માં બર્મામાં સોના-ઝવેરાતનો વેપાર. ૧૯૪૧થી અમદાવાદમાં ઝવેરાતની દુકાન. ૧૯૪૨ની લડતમાં સક્રિય ભાગીદારી. ૧૯૫૬થી ૧૯૭૭ સુધી ઑલ ઈન્ડિયા રેડિયો, અમદાવાદના નાટ્યવિભાગ સાથે સંલગ્ન.

સૌંદર્યાભિમુખ કવિ છે. એમના કવનવિષયો મુખ્યત્વે અધ્યાત્મ, પ્રકૃતિ અને પ્રેમ છે. મિલનમાં વિરહ અને વિરહમાં મિલનનો ભાવ આલેખવો એ તેમની વિશેષતા છે.

સૌજન્ય : gujaratisahityaparishad