મોહમ્મદ વલીભાઈ માંકડ (૧૩-૨-૧૯૨૮): નવલકથાકાર, વાર્તાકાર, બાળસાહિત્યકાર, કટારલેખક, અનુવાદક. જન્મ સૌરાષ્ટ્રના
પાળિયાદ ગામમાં. બી.એ. દસેક વર્ષ બોટાદ હાઈસ્કૂલમાં શિક્ષક. ત્યારબાદ
સુરેન્દ્રનગરમાં કાયમી વસવાટ. લેખનનો વ્યવસાય. ગુજરાતી સાહિત્ય અકાદમીના પ્રથમ
પ્રમુખ. ૨૦૦૮માં રણજિતરામ સુવર્ણચંદ્રક.
નવલકથાકાર તરીકે પ્રસિદ્ધ આ લેખકે ટૂંકી વાર્તા અને
બાળસાહિત્યમાં પણ સર્જન કર્યું છે. બાહ્ય ઘટના કરતાં પાત્રોના સંવેદનોને
મનોવૈજ્ઞાનિક અભિગમથી આલેખવાનું વલણ તેમના કથાસાહિત્યમાં જોવા મળે છે.
સૌજન્ય : gujaratisahityaparishad
