Republic Day - 2019

03 January 2019

ધીરુબેન પટેલ



 ધીરુબેન ગોરધનભાઈ પટેલ (૨૯-૫-૧૯૨૬): નવલકથાકાર, નાટકકાર, વાર્તાકાર, અનુવાદક. જન્મ વડોદરામાં. શાળા શિક્ષણ સાન્તાક્રુઝની પોદાર હાઈસ્કૂલમાં. ઉચ્ચ શિક્ષણ એલ્ફિન્સ્ટન કૉલેજમાં. ૧૯૪૫માં અંગ્રેજી વિષય સાથે બી.એ. ૧૯૪૮માં એમ.એ. ૧૯૪૯થી મુંબઈની ભવન્સ કૉલેજમાં અને પછી ૧૯૬૩-૧૯૬૪માં દહિસરની કૉલેજમાં અંગ્રેજીનાં અધ્યાપક. થોડો વખત પ્રકાશનસંસ્થા આનંદ પ્રકાશનનું સંચાલન. ૧૯૬૩-૧૯૬૪થી કલ્કિ પ્રકાશન શરૂ કર્યું. ૧૯૭૫ સુધી સુધાસાપ્તાહિકનાં તંત્રી. ૧૯૮૦માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૨૦૦૩માં પરિષદપ્રમુખ.

ધીરુબેન પટેલ નોંધપાત્ર નવલકથાકાર વાર્તાકાર છે. એમની પાસેથી વડવાનલજેવી દળદાર તો આંધળી ગલી’, ‘વાંસનો અંકુરજેવી લઘુનવલો મળે છે. નવલકથામાં વિશિષ્ટ વસ્તુ, પાત્ર અને પરિવેશ વડે તેઓ મનોવૈજ્ઞાનિક અભિગમથી માનવમનની સંકુલતાને તાગે છે. તેમની વાર્તાઓમાં પણ પ્રવાહી ભાષા, નારીહૃદયની ગૂઢ લાગણીઓનું આલેખન તથા માનવમનના ઊંડાણોને તાગવાની મથામણ વિશેષતા બની આવે છે. આ ઉપરાંત હાસ્યસાહિત્ય, નાટકો, રેડિયોનાટકો, બાળસાહિત્યક્ષેત્રે પણ તેમણે મહત્ત્વનું પ્રદાન કર્યું છે. એમની આગંતુક નવલકથાને સાહિત્ય અકાદમીનું પારિતોષિક મળેલું.

સૌજન્ય : gujaratisahityaparishad