નીલાલ કાળિદાસ મડિયા (૧૨-૮-૧૯૨૨, ૯-૧૨-૧૯૬૮):
નવલકથાકાર, નવલિકાકાર, નાટ્યકાર, વિવેચક, કવિ, સામયિક સંપાદક.
જન્મ ધોરાજી (જિ.રાજકોટ)માં. ૧૯૩૯માં મેટ્રિક. ૧૯૪૫માં મુંબઈની સિડનહામ કૉલેજમાંથી
બી.કોમ. ૧૯૪૬માં ‘જન્મભૂમિ’, મુંબઈમાં.
૧૯૫૦માં ‘યુસીસ’, મુંબઈના ગુજરાતી
વિભાગમાં. ૧૯૫૫માં અમેરિકા-પ્રવાસ. ૧૯૬૨માં ‘યુસીસ’થી નિવૃત્ત. ૧૯૬૬થી ‘રુચિ’ સાહિત્યિક સામયિકનું
પ્રકાશન. ૧૯૫૭નો રણજિતરામ સુવર્ણચંદ્રક અને નર્મદ સુવર્ણચંદ્રક. હૃદયરોગથી
અમદાવાદમાં અવસાન.
બહુઆયામી વ્યક્તિત્વ ધરાવતા આ લેખકે ૪૬ વર્ષના અલ્પ
આયુષ્યમાં નવલકથા, ટૂંકી વાર્તા, નાટક, નિબંધ, વિવેચન, ચરિત્ર અને કવિતા
જેવાં અનેકવિધ સાહિત્યસ્વરૂપો તેમ જ નાનાવિધ વિષયોમાં વિપુલ સાહિત્યસર્જન કર્યું
છે. સૂક્ષ્મ નિરીક્ષણશક્તિ,
ગ્રામજીવનનું
વાસ્તવદર્શી નિરૂપણ તથા નર્મ-મર્મપૂર્ણ હાસ્ય-વ્યંગથી આ સર્જકનો આગવો પ્રતિભાવિશેષ
પ્રગટે છે.
સૌજન્ય : gujaratisahityaparishad
