રતિલાલ કાશીલાલ છાયા (૨૦-૧૧-૧૯૦૮): કવિ.
જન્મસ્થળ ભડ (જિ.જૂનાગઢ). પોરબંદરની ભાવસિંહજી હાઈસ્કૂલમાંથી ૧૯૨૯માં મેટ્રિક થઈને
ત્યાં જ શિક્ષક તરીકે જોડાયા. ૧૯૨૯થી ૧૯૬૭ સુધી શિક્ષક અને પત્રકાર.
છંદોબદ્ધ અને ગેય કાવ્યોના આ કવિ પાસેથી ‘ઝાકળના મોતી’, ‘સોહિણી’, ‘હિંડોલ’ વગેરે
કાવ્યસંગ્રહો મળે છે.
સૌજન્ય : gujaratisahityaparishad
