Republic Day - 2019

03 January 2019

કપડાનું ડ્રાયક્લીનિંગ એટલે શું ?



કોઈ પણ વસ્તુ ધોવા માટે પાણી તો જોઈએ જ પણ કપડાં પાણી વિના જ ધોઈ શકાય તેવી પદ્ધતિ છે તેને ડ્રાયક્લિનિંગ કહે છે. ડ્રાયક્લિનિંગની વાત કરતા પહેલા પાણી વડે કપડાં કેવી રીતે સાફ થાય છે તે જાણો છો ? પાણી અને સાબુના મિશ્રણથી કપડાં ધોવાય છે.

સાબુની ચીકાશમાં કપડાનો ચીકણો મેલ પીગળીને દૂર થાય છે. કપડા પર પડેલો ડાઘ અને મેલ ચીકણા તૈલી પ્રકારના હોય છે. ડ્રાયક્લિનિંગમાં પાણીને બદલે તુરત જ બાષ્પીભવન થાય તેવા પેટ્રોલ, નેપ્થા, કેમ્ફ્રેન જેવા પ્રવાહી જ વપરાય છે.

આ બધા દ્રવ્યોમાં કપડાનો ઓર્ગેનિક મેલ પીગળીને તેની સાથે જ ઝડપથી બાષ્પીભવન થઈ ઊડી જાય છે. ડ્રાયક્લિનિંગનો ફાયદો એ છે કે તેમાં કપડાના રંગ ઝાંખા પડતા નથી કે કપડું ચોળાઈને ઢીલું પડતું નથી. ઝાઝી ઇસ્ત્રી પણ કરવી પડતી નથી. જોે કે ડ્રાયક્લિનિંગ થોડું મોંઘુ છે.

સૌજન્ય: gujaratsamachar