અંબાલાલ બાલકૃષ્ણ પુરાણી (૨૬-૫-૧૮૯૪, ૧૧-૧૨-૧૯૬૫):
ગદ્યકાર. જન્મ સુરતમાં. વતન ભરુચ. પ્રાથમિક કેળવણી ભરુચમાં. ૧૯૦૯માં મેટ્રિક.
૧૯૧૩માં ફિઝિક્સ અને કેમિસ્ટ્રી સાથે બી.એ. કલા, સાહિત્ય અને તત્ત્વજ્ઞાનમાં ઊંડો રસ. ગુજરાતમાં
વ્યાયામપ્રવૃત્તિના આરંભક અને પ્રસારક. ૧૯૨૨થી અવસાનપર્યંત પોંડિચેરીમાં યોગસાધના.
તેમની પાસેથી સંસ્મરણોથી ભરપૂર પ્રવાસવર્ણનો, પત્રસાહિત્ય, ઇતિહાસ, સાહિત્ય અને
અધ્યાત્મને લગતા નિબંધસંગ્રહો મળે છે.
સૌજન્ય : gujaratisahityaparishad