Republic Day - 2019

03 January 2019

અમૃતલાલ યાજ્ઞિક



અમૃતલાલ ભગવાનજી યાજ્ઞિક (૮-૮-૧૯૧૩): વિવેચક, ચરિત્રકાર, નિબંધકાર, સંપાદક, અનુવાદક. જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં. પ્રાથમિકથી મેટ્રિક સુધીનો અભ્યાસ ધ્રાંગધ્રામાં. ૧૯૩૬માં શામળદાસ કૉલેજમાંથી ગુજરાતી-અંગ્રેજી વિષયો સાથે બી.એ. ૧૯૩૯માં ત્યાંથી એ જ વિષયોમાં એમ.એ. ૧૯૩૯-૪૦માં રામનારાયણ રુઈયા કૉલેજમાં ખંડસમયના વ્યાખ્યાતા. ૧૯૪૦થી ૧૯૬૦ સુધી ત્યાં જ ગુજરાતીના મુખ્ય અધ્યાપક. ૧૯૬૦-૬૧માં કે. જે. સોમૈયા કૉલેજ, ઘાટકોપરના સ્થાપક આચાર્ય. ૧૯૬૧થી ૧૯૭૮ સુધી મીઠીબાઈ કૉલેજ ઑફ આર્ટસ ઍન્ડ સાયન્સ, વિલેપાર્લેના આચાર્ય.

આ લેખકની શિક્ષણ, સાહિત્ય અને સંસ્કારજગતની ત્રિવિધ સેર એમના સાહિત્યિક વ્યક્તિત્વના અનેક પાસાંઓને સ્પર્શે છે. સહૃદય સ્વાધ્યાયના નમૂના જેવા એમના વિવેચનલેખો તેમ જ સત્વગ્રાહી ચિંતનાત્મક નિબંધોનું સરલ ગદ્ય ધ્યાનાર્હ છે.

સૌજન્ય : gujaratisahityaparishad