આધુનિક ટેકનોલોજીની અજાયબી જેવા મકાનો, ટાવર અને પૂલો બાંધી શકાય છે પરંતુ ૧૦૦
વર્ષ પહેલા
બંધાયેલો અમેરિકાનો સુપ્રસિદ્ધ બ્રુકલીન બ્રિજ પણ આશ્ચર્યજનક ટેકનોલોજીનો નમૂનો છે.
અમેરિકાના ન્યૂયોર્ક અને બ્રુકલિન શહેર વચ્ચે ઇસ્ટ નદી પર બંધાયેલો બ્રુકલીન બ્રિજ આર્કિટેક્ટની અજાયબી ગણાય છે. તે ઇ.સ. ૧૮૮૩માં બાંધવામાં આવેલો. બ્રિજની લંબાઈ ૫૯૮૯ ફૂટ છે અને તે ૮૫ ફૂટ પહોળો છે.
નવાઈની વાત એ છે કે પૂલની વચ્ચેનો ૧૫૯૫ ફૂટનો ભાગ કોઈ પણ જાતના આધાર કે થાંભલા વિનાનો છે. બંને તરફ આવેલા ઊંચા મિનારાની ટોચેથી બાંધવામાં આવેલા સ્ટીલના દોરડાથી તે ટકી રહ્યો છે. સ્ટીલનું આ દોરડું ૧૯ પાતળા તાર વણીને બનેલું છે. ૭૦ ફૂટ ઊંડા પાયા પર ઊભેલો આ પૂલ પાણીની સપાટીથી ૧૩૫ ફૂટ ઊંચો છે.

સૌજન્ય: gujaratsamachar