નામ જેવા જ ગુણ ધરાવતી કાર્પેન્ટર ફિશના
જડબાં કરવત જેવા હોય છે અને તે જહાજના
પડખાને ચીરી નાખે
છે. એટલાન્ટિક અને પેસિફિક સમુદ્રમાં જંગલોવાળા કાંઠા નજીક સમુદ્રમાં આ વિચિત્ર માછલીઓ જોવા મળે છે.
આ માછલીનું મોં લાંબી કરવત જેવું હોય છે. છ ફૂટ લાંબા અને એક ફૂટ પહોળા જડબામાં ઉપર નીચે કરવત જેવા તીક્ષ્ણ દાંતની કતાર હોય છે. આ માછલી મગરની જેમ શિકાર કરે છે. આ માછલીને સૉ ફિશ પણ કહે છે.
આ માછલીનું મોં લાંબી કરવત જેવું હોય છે. છ ફૂટ લાંબા અને એક ફૂટ પહોળા જડબામાં ઉપર નીચે કરવત જેવા તીક્ષ્ણ દાંતની કતાર હોય છે. આ માછલી મગરની જેમ શિકાર કરે છે. આ માછલીને સૉ ફિશ પણ કહે છે.
કાર્પેન્ટર ફિશની
છ જાત જોવા મળે છે. દરેક જાત ૨૦ ફૂટ લાંબી અને ચપટાં
શરીરવાળી હોય છે. મોટે ભાગે દરિયાના તળિયે
રહેનારી આ માછલી
શિકાર કરવા સપાટી પર આવે છે. આ માછલી તેના દાંત વડે દરિયાના તળિયે કાદવ કીચડ ખોદીને પણ શિકાર શોધે છે. આ માછલીને ઝેરી ડંખ પણ હોય છે. ખલાસીઓ આ માછલીને રાક્ષસ કહે છે.
સૌજન્ય : gujaratsamachar