Republic Day - 2019

02 January 2019

ઇન્ડક્શન મોટરનો શોધક: ગેલિલિયો ફેરાસીસ



ઇલેક્ટ્રિક મોટરના ઉપયોગ જાણીતા છે. મોટા મોટા મશીનોથી માંડીને રમકડા તેમજ સીડી- ડીવીડી જેવા સાધનોમાં ચક્રાકાર ગતિની જરૂર પડે ત્યારે તેમાં વીજળી વડે ચાલતી નાની મોટી મોટર જાણીતી છે. લોહચુંબકના  બે ધ્રુવ વચ્ચે મૂકેલા વાયરની કોઇલમાં વીજ પ્રવાહ ચાલુ કરતા  જ ઇલેક્ટ્રોમેગ્નેટિક ક્ષેત્ર રચાય છે અને ચક્રાકાર ગતિ મળે છે.

મોટરની શોધ થઈ ત્યારે તેમાં ડીસી કરંટ વપરાતો પરંતુ એસી કરન્ટ વડે ચાલતી મોટર વધુ ઉપયોગી બની. આજે તમામ ઇલેક્ટ્રિક મોટરો એસી કરન્ટથી ચાલે છે તેની શોધ બહુ ઓછા જાણીતા ગેલિલિયોફેરારીસ નામના વિજ્ઞાનીએ કરેલી. જો કે એસી કરન્ટ અને મોટરની શોધ અંગે, ફેરાસિસ અને નિકોલા ટેસ્લા નામના વિજ્ઞાની વચ્ચે વિવાદ થયો હતો. ફેરાસીસ થ્રી ફેઝ કરન્ટનો પિતામહ ગણાય છે.
ફેરાસીસનો જન્મ ઇ.સ. ૧૮૪૭માં ઓક્ટોબરની ૩૧ તારીખે ઇટાલીના સાર્ડીનિયા નજીક લીવાનો શહેરમાં થયો હતો. તેના પિતા ફાર્માસિસ્ટ હતા. બાળપણમાં જ ફેરાસીસ તુરીન શહેરમાં તેના કાકાને ત્યાં ભણવા ગયો હતો. તેના કાકા વિજ્ઞાની હતા. તેણે ફેરાસીસને તુરીન યુનિવર્સિટીમાં એન્જિનિયરીંગની ડિગ્રી અપાવી. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તુરીન પોલિટેકનિકમાં તે ફિઝિક્સના પ્રોફેસર તરીકે જોડાયો.
પોતાના વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ જ્ઞાન મળે તેમ તે ઇચ્છતો અને તેણે ઇલેક્ટ્રિક અને મેગ્નેટિઝમ અંગે શીખવા  માટે સ્કૂલ ઓફ ઇલેક્ટ્રો- ટેકનોલોજીની સ્થાપના કરી જ્યાં તેણે એ.સી. કરન્ટ વડે ચાલતી મોટરની શોધ કરી. ઇ.સ. ૧૮૮૧માં પેરિસમાં યોજાયેલા ઇન્ટરનેશનલ ઇલેક્ટ્રિકલ એક્ઝિબિશનમાં તેણે પોતાની શોધો રજૂ કરી. તે જ વર્ષમાં નિકોલા ટેસ્લાએ પણ મોટરની શોધ રજૂ કરી. બંને વચ્ચે વિવાદ થયેલો. ઇ.સ. ૧૮૭૯ની ફેબ્રુઆરીની ૭ તારીખે ફેરાસીસનું અવસાન થયું હતું.

સૌજન્ય : gujaratsamachar