Republic Day - 2019

02 January 2019

સ્કેનર મશીન કઈ રીતે કામ કરે છે ?



સ્કેનર મશીન તમે મુકેલા કાગળો પરના ચિત્ર કે લખાણની આબેહૂબ નકલ બીજા કાગળ પર લઈ આપે છે. ગણતરીની મિનિટોમાં જ આ નકલ કેવી રીતે તૈયાર થાય છે તે જાણો છો ? ઝેરોક્ષ મશીનમાં વીજળીનો ઉપયોગ થાય છે.

ઇલેક્ટ્રિક કરંટ બે પ્રકારના હોય છે. સ્ટેટિક ઇલેક્ટ્રિસીટી  એટલે કે સ્વિટ વિધેય પોઝીટીવ અને નેગેટીવ ચાર્જ ઉત્પન્ન કરે છે લોહચુંબકની જેમ આ બંને ચાર્જ પણ આકર્ષણ કે અપાકર્ષણ કરે છે. બે પોઝિટીવ ચાર્જ નજીક આવે તો માત્ર એકબીજાનાં આકર્ષાઈને ચોંટી જાય છે. ઝેરોક્ષ મશીનમાં આ સિદ્ધાંતોનો ઉપયોગ થાય છે.
સ્કેન મશીનમાં સાદા કાચ ઉપર કાગળ મૂકવામાં આવે છે. કાચની નીચે એક પટ્ટી હોય છે જેને ફોટોરીસેપ્ટર કહે છે. આ પટ્ટી ચિત્રને સ્કેન કરે છે. સ્કેન થતી વખતે કાચ ઉર પડતા પ્રકાશ તમે જોયા હશે. આ પ્રકાશથી કાચની સપાટી પર પોઝીટીવ ઇલેક્ટ્રિક ચાર્જ ઉત્પન્ન થાય છે. પ્રકાશના કિરણો ફોટોન કણોનાં બનેલા છે. સ્કેનિંગ વખતે આ કણો માત્ર કાગળના સફેદ ભાગમાંથી પસાર થાય છે. કાગળમાં ચિત્ર કે લખાણના કાળા ભાગમાં રહેલા ચાર્જને તે દૂર કરે છે કે તટસ્થ કરી નાખે છે.
આમ ફોટો રીસેપ્ટરમાં માત્ર કાળા રંગવાળા ચિત્રનું અંકન થાય છે. ફોટો રીસેપ્ટરમાં સ્ટોર થયેલું આ ચિત્ર કોમ્પ્યુટર ઉકેલી આપે છે અને આબેહૂબ નકલની પ્રિન્ટ આપે છે.

સૌજન્ય : gujaratsamachar