ભૂગોળના કલાસમાં કે ઘણી
ઓફિસોમાં ટેબલ પર મૂકેલા પૃથ્વીના ગોળા તો તમે જોયા હશે. ત્રાંસી ધરી પર ફરી શકે તે રીતે ગોઠવેલા
ગોળા ઉપર વિશ્વનો નકશો દોરેલો હોય
છે. પૃથ્વીની
નાનકડી પ્રતિકૃતિ જેવા આ ગોળા અભ્યાસમાં અનુકૂળ પડે છે. વિશ્વના નકશાની જેમ આ ગોળાનો પણ અનોખો
ઇતિહાસ છે.
ઇ.સ. પૂર્વે
પહેલી સદીમાં
ગ્રીસ અને ચીનમાં પથ્થર, ધાતુ કે લાકડાના
ગોળા બનતા તે જમાનામાં
ફિલોસોફરો અને ધર્મગુરુઓ,
વિજ્ઞાન, ગણિત અને ભૂગોળનો અભ્યાસ કરતા. ઇ.સ. ૧૫૦માં એટલાસના રોમન શિલ્પમાં
એટલાસની પીઠ પર મૂકેલો પૃથ્વીનો
ગોળો સૌથી પ્રાચીન
ગ્લોબ છે. ઇ.સ. ૧૯૪૨માં નુરબર્ગના માર્ટિન નીટેને બનાવેલો લાકડા, પ્લાસ્ટર અને રેસાનો ગોળો આજે પણ
અસ્તિત્વમાં છે.
ઇ.સ. ૧૫૪૩માં જર્મન ગણિતશાસ્ત્રી કાસ્પર વોગલે
બનાવેલો ગોળો વિશ્વપ્રસિદ્ધ છે. આ
ગોળામાં ધાતુની
પટ્ટીના અનેક વર્તુળો વચ્ચે પૃથ્વીનો ગોળો ફીટ કરેલો છે. ધાતુની પટ્ટીઓ પૃથ્વીની આસપાસ ફરતા
ગ્રહોની ભ્રમણ કક્ષા દર્શાવે છે અને
વચ્ચે પૃથ્વી અને
બધું એક ધરી પર ચારે દિશામાં ફરી શકે તેમ ગોઠવેલું છે. આ ગોળા ટોલોમી અને કોપરનિક્સે રજૂ કરેલી
સૂર્યમાળાની થિયરી દર્શાવતા હતા.
આજે બજારમાં મળતા ગ્લોબ ૨૩.૫ અંશ ડિગ્રીએ
નમેલી ધરી પર ફરતા રહે તે રીતે
બનાવેલા હોય છે.
ગોળા ઉપર તમામ દેશોના નકશા અને મહાસમુદ્રો હોય છે. ગોળાના કદ પ્રમાણમાં સ્થળોના અંતરનું પ્રમાણમાપ
જળવાયેલું હોય છે અક્ષાંશ અને
રેખાંશ પણ
દર્શાવેલા હોય છે.
સૌજન્ય : gujaratsamachar