Republic Day - 2019

03 January 2019

લાકડા તોડતું પંખી લક્કડખોદ



પક્ષીઓમાં લક્કડખોદ અનોખું છે. સખત લાકડામાં ચાંચ મારીને બાકોરું પાડવામાં ઉસ્તાદ એવા આ પક્ષીને અંગ્રેજીમાં પણ (Woodpeacker) વૂડપેકર કહે છે. માત્ર ૩ થી ૪ ઇંચ લાંબુ નાનકડું પક્ષી એક સેંક્ંડમાં ચાંચ વડે ૨૦ વખત ટોચા મારે છે.

વિશ્વમાં લગભગ ૧૮૦ જાતના લક્કડખોદ જોવા મળે છે. તેની જીભ લાંબી હોય છે. વૃક્ષોના થડમાં ચાંચ વડે છિદ્ર પાડીને તેમાં જીભ ખોસી અંદર રહેલી જીવાતનો શિકાર કરે છે.  લક્કડખોદની જીભ ચાર ઇંચ જેટલી લાંબી હોય છે. ક્યારેક તો તે જીભ પાઘડીની જેમ માથા ઉપર વિંટાળી દે છે.

લક્કડખોદના પગ મજબુત હોય છે. એક જ સ્થાને બેસીને સતત લાકડા ટોચવાનું કામ કરવાનું એટલે પગ તે મજબુત જોઈએ. તેના પગમાં અણીદાર નખ વાળા બે અંગુઠા હોય છે. ઝાડના થડ ઉપર નખ ખોસીને તે પક્કડ મજબુત બનાવે છે.

લક્કડખોદ અન્ય પક્ષીઓની જેમ ગીત ગાતું નથી. પણ ચાંચ પછાડી લયબદ્ધ સંગીત પેદા કરે છે અને અન્ય લક્કડખોદને સંદેશ આપે છે.

લક્કડખોદ બીજા પંખીઓની જેમ પાંખ ફેલાવી ઉડી શક્તા નથી. તે શરૃઆતમાં બે ત્રણ વખત પાંખો ફફડાવી શરીર ઉચકાય પછી પાંખો શરીર સાથે જકડીને ડાઈવ મારતુ હોય તેમ ગતિ કરે છે. તેની ઉડાન ટૂંકી હોય છે.

સૌજન્ય: gujaratsamachar