Republic Day - 2019

03 January 2019

માડા ગાસ્કરનું રાક્ષસી પક્ષી: એલિફન્ટ બર્ડ



માડાગાસ્કરના ટાપુ પર એક જમાનામાં એલિફન્ટ બર્ડ નામનું પક્ષી જોવા મળતું હતું. શાહમૃગ જેવા આ પક્ષીના કદાવર શરીરને કારણે એલિફન્ટ બર્ડ કહેવાય છે.

હલમાં આ પક્ષી જોવા મળતું નથી પરંતુ ફ્રાન્સની વિજ્ઞાન એકેડેમીના મ્યુઝિયમમાં એલિફન્ટ બર્ડનું ૧૫ ફૂટ લાંબુ અને ૧૨ ફૂટ પહોળું લંબગોળ ઇંડુ આજે પણ જોવા મળે છે.

૧૦ ફૂટ ઊંચું હતું તે ઊડી શક્તું નહોતું. માડાગાસ્કરનો ટાપુ સાવ નિર્જન તો હતો પણ ત્યાં બીજા હિસંક પ્રાણીઓ પણ નહોતા.
નાનકડા ટાપુ પર માત્ર એલિફ્રન્ટ બર્ડ પક્ષીઓ જ હતાં. અને તેઓને ખોરાક છૂટથી મળતો એટલે દિવસે દિવસે કદાવર જ થવા લાગ્યા આમ તે પક્ષીની આખી જાત કદાવર થઈ ગઈ.

માડાગાસ્કરટાપુ પર પોર્ટુગીઝો અને ફ્રેન્ચોના વહાણ પહોંચ્યા અને માણસની વસતી થઈ પછી એલિફન્ટ બર્ડનો શિકાર થવા લાગ્યો અને અંતે તે નાશ પામ્યા.

સૌજન્ય: gujaratsamachar