Republic Day - 2019

03 January 2019

ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમની શરૃઆત



પૃથ્વી પોતાની ધરી પર ફરે છે એટલે દરેક દેશમાં સવાર-સાંજ જુદા જુદા સમયે થાય છે. ભારતમાં દિવસ હોય ત્યારે પૃથ્વીના બીજા ભાગમાં આવેલા અમેરિકામાં રાત હોય છે. દરેક દેશ પોતપોતાનો સમય સમાન રાખે છે. ભારતમાં ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટયૂટની સ્થાપના થયેલી જેમાં વજન, અંતર અને સમયના માપ નક્કી કરેલા.

આઝાદી મળ્યા પછી ભારતનો સ્ટાન્ડર્ડ સમય નક્કી કરાયો જે ગ્રીનવિચ કરતાં પાંચ કલાક ૩૦ મિનિટ મોડો ગોઠવાયો. દેશના કોલકાતા, મુંબઈ, દિલ્હી અને ચેન્નાઈની ઘડિયાળો એક સાથે ગોઠવાઈ. દિલ્હીમાં આવેલી નેશનલ ફિઝિક્સ લેબોરેટરીમાં મુકાયેલી અણુ ઘડિયાળના આધારે બધી ઘડિયાળો ચાલે તેમ નક્કી કરાયુ. જેને ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ કહે છે. આજે આ ઘડિયાળ ગ્લોબલ પોઝિશનિંગ સેટેલાઈટ સાથે જોડાયેલી છે.

સૌજન્ય: gujaratsamachar