Republic Day - 2019

03 January 2019

દક્ષિણ આફ્રિકાના ટચુકડા પિગ્મી હિપ્પો



ટૂંકા પગ વાળા કદાવર હિપોપોટેમસ જાણીતા પ્રાણી છે. હિપોપોટેમસની ઘણી જાત હોય છે. દક્ષિણ આફ્રિકામાં માત્ર બે ફૂટ ઊંચા હિપોપોટેમસ જોવા મળે છે. તેને પિગ્મી હિપો કહે છે. આ હિપો પણ પાણીમાં પડયા રહે છે. વનસ્પતિ ખાઈને જીવે છે.

ગુલાબી રંગનો પરસેવો તેની વિશેષતા છે. તેના નસકોરા અને કાનમાં વાલ્વ હોય છે એટલે પાણી તેમાં પ્રવેશતું નથી. હિપ્પોનું જડબું તેની વિશેષતા છે. ટૂંકા કાનવાળું કદાવર માથું અને મોં ફાડે તો આખું તરબૂચ સમાઈ જાય એટલું પહોળું થાય છે.

સૌજન્ય: gujaratsamachar