ચોમાસામાં આકાશમાં વાદળો ઘેરાય પણ વરસાદ ન આવે
ત્યારે બફારો અને ઉકળાટ વધી જાય છે.
લોકો પરસેવે
રેબઝેબ થઈ જાય છે. સામાન્ય રીતે પરસેવો એ શારીરિક પ્રક્રિયા છે. પરંતુ ભેજવાળા વાતાવરણમાં બાહ્ય પરિબળ પણ તેમાં અસર કરે છે.
પરસેવાનું મુખ્ય કામ શરીર પરથી બાષ્પીભવન થઈ
શરીરનું તાપમાન જાળવી રાખવાનું છે.
શરીરનું તાપમાન ૩૭
ડિગ્રી કરતાં વધી જાય તો પરસેવો વળીને તેને ઠંડુ કરે. બાષ્પીભવન થયેલો પરસેવો ભેજ સ્વરૂપે હવામાં ભળે છે.
પરંતુ વાતાવરણમાં પહેલેથી જ ભેજ વધારે હોય તો પરસેવાને ભેજ
માટે સ્થાન રહેતું નથી એટલે
બાષ્પીભવન ઓછું થઈ
શરીર પર પરસેવો જમા થાય છે. પરસેવો વળવાની પ્રક્રિયા ચાલુ જ હોય પણ તે ઊડીને હવામાં ભળે નહીં તે વધી જાય એટલે પરસેવો વધુ હોય છે.
ભેજવાળી હવામાં
બહાર સૂકવેલ કપડાં પણ જલદી સુકાતાં નથી. હવામાં ભેજનું પ્રમાણ વધે તેની મર્યાદા હોય છે. સંપૂર્ણ ભેજ થાય ત્યારે હવા સંતૃપ્ત થઈ તેમ કહેવાય છે. સંતૃપ્ત થયેલી
હવાને ગરમી મળે તો દૂર થાય અને
તેમાનો ભેજ પણ
ઊડે. પંખા નીચે ઉભા રહીએ તો પરસેવો ઊડવા માંડે છે. તેનું કારણ પંખાને કારણે સંતૃપ્ત હવા દૂર થાય છે અને પરસેવાના બાષ્પીભવનને સ્થાન મળે છે.
સૌજન્ય: gujaratsamachar