Republic Day - 2019

03 January 2019

અવાજ શું છે ?



કોઈ પણ વસ્તુ ધ્રૂજે ત્યારે તેમાંથી પેદા થતા તરંગો હવાને પણ ધ્રૂજાવે છે. આ ધ્રૂજારી હવામાં ચોક્કસ માત્રામાં આગળ વધે છે અને તે આપણને અવાજ કે ધ્વનિ સ્વરૂપે સંભળાય છે.
અવાજ મોજાં, તરંગો કે વેવ્ઝ દ્વારા હવામાં ઉત્પત્તિ કેન્દ્રમાંથી ચારે તરફ ફેલાય છે અને જેમ દૂર થતા જાય તેમ મંદ પડે છે. આ વેવ્ઝ હવામાં ૧૨૦૦ કિલોમીટરની ઝડપી ગતિ કરી છે. અવાજની તીવ્રતા વિવિધ ક્ષમતાથી અવાજ સાંભળી શકે છે.
વાતાવરણમાં પવનના સૂસવાટા, વૃક્ષ પરથી પડતા પાનનો, નદી- નાળા ઝરણાં જેવા જાતજાતના કુદરતી ઉપરાંત માનવસર્જિત અવાજો સતત ચાલુ હોય છે. વિજ્ઞાનીઓએ અવાજના મોજાને માપવાની, રેકોર્િંડગ કરવાની અને પ્રસારિત કરવાની વિવિધ ટેકનિકો શોધી છે. અવાજની તીવ્રતા ડેસિબલથી માપવામાં આવે છે. માણસના બોલવાનો અવાજ ૩૦ ડેસિબલનો હોય છે. માણસના કાન વધુમાં વધુ ૮૫ ડેસિબલનો અવાજ સહન કરી શકે છે.
અવાજના મોજાની લંબાઈ અને ફ્રિક્વન્સી જુદી જુદી હોય છે તેને હર્ટ્ઝ વડે માપવામાં આવે છે.

સૌજન્ય: gujaratsamachar