Republic Day - 2019

03 January 2019

અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ્



 અનિરુદ્ધ લાલજી બ્રહ્મભટ્ટ (૧૧-૧૧-૧૯૩૫, ૩૧-૭-૧૯૮૧): વિવેચક, કવિ, વાર્તાકાર, ચરિત્રકાર, સંપાદક. જન્મ પાટણમાં. શાળાશિક્ષણ વડોદરામાં. ૧૯૫૮માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ., ૧૯૬૦માં એ જ વિષયોમાં એમ.એ. ૧૯૫૯થી ડભોઈની આર્ટસ કૉલેજમાં અધ્યાપન. ત્યારબાદ બીલીમોરાની કૉલેજમાં પ્રાધ્યાપક. ૧૯૬૮થી ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્યભવનમાં ગુજરાતીના રીડર. ભૂમિકાઅને કિમપિસામયિકના તંત્રી. સારા શિક્ષક અને પ્રભાવક વક્તા. લ્યુકેમિયાથી અમદાવાદમાં અવસાન.

આધુનિક સાહિત્ય અને વિશ્વસાહિત્યની સંપ્રજ્ઞતા સાથે વિવેચન ક્ષેત્રે સુરેશ જોષી પછી જે તાજગી આવી તેમાં આ લેખકે સ્વરૂપની શુદ્ધતાને અનુલક્ષીને સુશ્લિષ્ટ ને સમતોલ વિવેચન આપવાનો પ્રયત્ન કર્યો છે. મૃત્યુના સંવેદનોનો પાસ પામેલી એમની કાવ્યરચનાઓમાં આગવી મુદ્રા ઉપસે છે.


સૌજન્ય : gujaratisahityaparishad