Republic Day - 2019

02 January 2019

એરપોર્ટમાં રનવે અને તેનું વિજ્ઞાન



વિમાન થોડું જમીન પર દોડયા પછી હવામાં ઊંચકાય છે. તે જ રીતે આકાશમાંથી જમીન પર ઉતરેલું વિમાન થોડીવાર દોડતું રહે છે. જંગી વજનના વિમાન  જમીન પરથી ઊંચકાય કે ઉતરે ત્યારે પ્રચંડ આઘાત લાગતા હોય છે. સલામતીપૂર્વક ઉડાડી અને ઉતરાણ માટે એરપોર્ટ પર રનવે બનાવાય છે.
લાંબી સડકની પટ્ટી જેવા રનવે ૪૫ મીટર પહોળા અને ૧૦૦૦ થી ૪૦૦૦ મીટર લંબાઈના હોય છે. રનવે કોન્ક્રીટ અને કોલટારના મિશ્રણના બનેલાં મજબૂત હોય છે.
હળવા ભારે વિમાન માટે રનવેના વર્ગીકરણ કાયા છે. જેમાં લંબાઈ મુજબ એક થી ચારના અંક અપાય છે. રનવે કેટલું વજન સહન કરી શકે તે માટે લોડ કલાસીફિકેશન અને પેવમેન્ટ કલાસીફિકેશન નંબર અપાય છે. સામાન્ય રીતે એરપોર્ટ પર ત્રણ કે વધુ રનવે હોય છે.
વિમાનને સામા પવનનો ધક્કો ન લાગે તે માટે એરપોર્ટ પરના પવનની દિશા જાણ્યા પછી અનુકૂળ દિશામાં રનવે બનાવાય છે. રનવેના નામ અપાય છે. બંને છેડાને અલગ અલગ નામ હોય છે. તે કેટલા અંશને ખૂણે છે તેના આધારે નામ અપાય છે.

રાત્રિ દરમિયાન પાયલટ રનવેને ઓળખી શકે તે માટે રનવેની બંને તરફ જુદા જુદા રંગની લાઈટની કતાર હોય છે. મુખ્ય રનવે પર સફેદ અને કેસરી બલ્બ હોય છે. રનવેની નજીકના એક સ્થાનને એરોડ્રોમ રેફરન્સ પોઈન્ટ કહે છે. દરિયાની સપાટીથી તે કેટલી ઊંચાઈએ છે તે એરોડ્રોમની ઊંચાઈ ગણાય છે. 

સૌજન્ય : gujaratsamachar