Republic Day - 2019

29 January 2019

Indian Robin


દેવચકલી : Indian Robin
 
Indian Robin (Male)

Indian Robin (Female)

આ પક્ષીને શ્થાનિક ભાષામાં કાળીદેવી તરીકે પણ ઓળખવામાં આવે છે. કદમાં ચકલી કરતાં ખાસ મોટું હોતું નથી, નરનો રંગ કાળો પણ અંદર ભૂરી ઝાંય વાળો.શિયાળામાં પીઠ પર કથ્થાઇ રાખોડી હોય છે. તેનાં ચાંચ અને પગ કાળા રંગના,આંખ પણ કાળા રંગની હોય છે. માદાનો રંગ કથ્થાઇ હોય છે. ગુજરાત તથા ભારતમાં બધેજ, બાંગ્લાદેશ, નેપાળ, પાકિસ્તાન, શ્રીલંકા વિગેરે બધેજ જોવા મળે છે. આ પક્ષી ખુલ્લા પથરાળ તેમજ ઘાંસીયા મેદાન,વગડામાં તેમજ માનવ વસાહતો પાસે જોવા મળે છે. જીણી જીવાત અને ઉધઇ ખાય છે.સાંજનાં સમયે ઉડતી જીવાત ખાવા માટે ટેવાયેલ હોય છે.
આ પક્ષી ખડકોનાં પોલાણ,થડનાં પોલાણ તથા દિવાલોનાં ખાંચામાં માળો બનાવે છે. માળામાં ૪ થી ૬ ઇંડા મૂકે છે. તેનાં ઇંડા લીલા કે ગુલાબી ટપકાંવાળા રતાશપડતાં કે કથ્થાઇ પીળા રંગનાં હોય છે. જોકે વિસ્તાર પ્રમાણે તેમાં ઘણુ વૈવિધ્ય હોય છે.

23 January 2019

Annual Exam Std.9

Model Paper of Std.9 for Annual Exam:
ધોરણ -૯ બીજી કસોટી માટે નવી પેપર સ્ટાઈલ માટે નીચે આપેલ PDF લીંક ડાઉનલોડ કરો.
(1) અંગ્રેજી
(2) ગુજરાતી
(3) હિન્દી
(4) સંસ્કૃત
(5) ગણિત
(6) વિજ્ઞાનઅનેટેકનોલોજી
(7) સામાજિક વિજ્ઞાન

21 January 2019

Little Ringed Plover

Small plovers : ઢોંગીલી

ભરતી ઉતરી ગઈ છે. ખુલ્લા થયેલા વિશાળ વિસ્તારમાં નાનાં નાનાં ખાબોચિયામાં ઠેર ઠેર પાણી રહી ગયું છે. ચારે તરફ નાનાં મોટાં પંખીઓ ખોરાક મેળવવાની પ્રવૃતિમાં પાડી ગયા છે. આમાં કદમાં ચકલી જેવડાં કે થોડાં નાનાં પંખીઓ સારી સંખ્યામાં દેખાય છે. તેમનું કદ નાનું પણ પ્રવૃત્તિ ઘણી. ચકલી કરતાં તેમની ચલ જુદી. તેની માફક બે પગે ઠેકડા મારતાં નહિ, પણ કાબરની માફક એક પછી એક ડગલાં ભરતાં તેઓ ચાલે. આપણી નજરે એકદમ ન ચડે તેવી ઝીણી જીવાત શોધવા દડવડ દડવડટૂંકીઝડપીદોડકરે. દોડતાં દોડતાં વચમાં અચાનક અટકે અને ડોક લંબાવી ભીની રેતી કે કાદવમાંથી જીવાત વીણી લે અને ગળી જાય. દોડતી વખતે તેમની અદા જોવા જેવી. માથું ખભા વચ્ચે દબાવી, નાની નાની પગલીએ હડી કાઢે. દરિયા કિનારાનાં પ્રદેશોમાં મોટી સંખ્યામાં જોવા મળે. ભરતી વખતે ઉંચાણવાળી જગ્યાએ મોટાં ટોળામાં ભેગાં થઇને આરામ કરે. તે વખતે પાણી કાંઠાના બીજાં પંખીઓ પણ તેમાં હોય. અનુકૂળ સ્થળોએ આવાં મિશ્ર જૂથમાં સહેજે હજાર, બે હજાર કે તેથી વધારે ભેગાં થઇ જાય અને જમીન સાથે એવાં ભળી જાય કે આટલાં બધાં પંખીઓ બેઠાં હશે તેની કલ્પના ન આવે.
આ નાનાં પંખીઓનું સામાન્ય નામ ઢોંગીલી. તેમની ચાર જાત આપણે ત્યાં જોવા મળે છે.
1. Large sand plover
2. Little ringed plover
3. Kentish plover
4. Lesser sand plover

20 January 2019

બપૈયો


બપૈયો : Common hawk cuckoo


કદમાં કોયલથી નાનો અને રાખોડી રંગ, ગરદન ઉપર આછો મેંદીયો, પેટાળ પર રાખોડી ધોળો, અને અંદર ક્થ્થાય મેંદીયા લીટા જોવા મળે છે. પૂંછડી પહોળી પટ્ટાદાર અને તેની ઉડાન શકરાને મળતી આવે છે, આથી બપૈયો જ્યારે ઉડે છે ત્યારે બીજા નાના પક્ષીઓ ભયસૂચક અવાજ કરે છે.

બપૈયો વર્ષારૂતુ સિવાય ભાગ્યે જ જોવા મળે છે. તે ભારતનાં મોટાભાગનાં પ્રદેશોમાં, છેક હિમાલયમાં ૮૦૦મી. સૂધી, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકામાં પણ જોવા મળે છે.

વર્ષાના સમયમાં રાતના તે 'પીપીહુ પી પીહુ' તેવો અવાજ સતત થી વખત કરે છે.

પણ કોયલ કુળનું પક્ષી હોય માળો બાંધવામાં માનતું નથી, તે લલેડાના ખુલ્લા વાટકા જેવા માળામાં, લલેડાંનાં ઇંડા જેવાજ ભૂરા રંગના,ઇંડા મૂકી દે છે. પોતાના ઇંડા લલેડાના માળામાં મૂકવા માટે તે પોતાના રંગ અને ઉડાનનો ઉપયોગ લલેડાને ડરાવવા માટે કરે છે. તેને દુરથી ઉડી આવતો જોય લલેડું પોતાનો માળો મૂકી ભાગી જાય છે, ત્યારે તે પોતાનું ઇંડુ તેમા મૂકીદે છે. તે માર્ચ થી જૂન માસમાં ઇંડા મૂકે છે.
 માહિતી : Wikipedia


Painted Snipe


Snipes : ગારખોદ 
               કોઈ કોઈ પંખીના રંગ એવા હોય છે કે તેઓ સ્થિર ઉભાં હોય કે બેઠાં હોય તો આસપાસની જમીન સાથે એવા ભળી જાય કે ઝટ નજરે ન ચડે. બધી ગારખોદ આવાં પંખી છે. આપણે ત્યાં ત્રણેક જાતની ગારખોદ ચોમાસા બાદ આવે છે.
               પાણી કાંઠાના કાદવવાળા ભાગમાં તે રહે. કાદવની અંદર રહેલાં જીવડાં પકડવા માટે તેમની ચાંચ ઘણી અનુકૂળ. ચાંચના છેડાનો ભાગ બહુ સંવેદનશીલ. કાદવમાં ઊંડે રહેલાં જીવડાની હાજરીને તેનાં વડે તે પારખી લે અને પકડીને  બહાર કાઢી ખાઈ જાય. ચરતાં ચરતાં ભય લાગે ત્યારે સ્થિર થઇ જાય. તમે નજીક જવ ત્યારે અચાનક અવાજ કરીને અતિ ઝડપથી આડીઅવળી થતી ઉડી જાય. નાનાં મોટાં જળાશયોના કિનારે દેખાય. સમુહમાં નહિ, પણ છુટક છુટક જોવા મળે.
માહિતી : લાલસિંહ રાઓલ