સ્વભાવે નિશાચર. કદમાં થોડો નાનો. પણ શરીરે ભરાવદાર. ઉપરના શરીરનો રંગ લીલી ઝાંયવાળો કાળો. કપાળ સફેદ. આંખ ઉપર સફેદ રેખા. માથું અને ડોક કાળા. ચોમાસામાં માથા ઉપર બે સફેદ નરમ લાંબા પીંછાં આવે. પેટાળ સફેદ. પડખા રાખોડી. નર-માદા સરખા. બચ્ચાં બદામી અને તેમાં પીળીચટ રેખાઓ. દિવસ આખો ઘટાદાર વૃક્ષોમાં ડોક સંકોચીને બેઠાં બેઠાં શાંતિથી આરામ કરે. સંધ્યાનું અંધારું થતાં અવાક ...અવાક એમ બોલતાં જળાશયો તરફ ઉડી નીકળે. રાતભર ત્યાં પેટપૂજા કરે અને પ્રભાત થતાં પાછાં પોતાના સ્થળે પહોંચી જાય.
- "પાણીનાં સંગાથી" માંથી સાભાર