શ્રાધ્ધ પક્ષ અને કાગડો :
અમદાવાદની આયુર્વેદીક દવા બનાવતી એક કંપનીના ફાર્માસિસ્ટ નિલેશ કિકાણી કહે છે કે શ્રાધ્ધની કાગવાસ પરંપરા પર્યાવરણ સાથે સીધી રીતે જોડાયેલી છે. કાગડા પ્રકૃતિના પહેરેદાર છે. ઇકો સીસ્ટમના સપોર્ટર પક્ષી છે. ભરપુર ઓક્સીજન જોઈએ તો કાગડાને શ્રાદ્ધ માં ભરપુર ખવડાવો એવી અપીલ તેઓ કરે છે.
શ્રાદ્ધ પક્ષ શરુ થઇ ગયા છે. આ દિવસો દરમ્યાન 15 દિવસના પખવાડિયામાં પોતાના મૃત સ્વજનોની તિથીના દિવસે ધાબે જઈ કાગડાને કાગવાસ નાખવાનો રીવાજ છે. એમ કહેવાય છે કે, કાગડાઓ આ ભોજન આપવાથી પિતૃ ઓને તેઓ પહોચાડશે છે. અત્યારના જમાનામાં ઓલમોસ્ટ બધા પોતાની જાતને રેશનલ ગણાવે છે માટે આ રીવાજને માન્યતા આપતા નથી.
આ રીવાજનું અનન્ય પાસું એ છે આષાઢ અને શ્રાવણ મહિના કાગડાની સંવનન ઋતુ છે. ભાદરવામાં કાગડાના બચ્ચા ઈંડા માંથી બહાર આવે છે. કાગડાની સંખ્યા જોતા તેમને બચ્ચાના પાલન અને પોષણ માટે ઘણો બધો આહાર જોઈએ. જેની પૂર્તિ આ રીવાજ થી થાય છે અને કાગડાના બચ્ચાઓને શ્રાધ્ધથી પુરતો તાજો અને પોષ્ટિક આહાર મળી રહે છે અને તેમની નવી પેઢી આસાનીથી ઉછરી જાય છે.
કાગડાને કેમ બચાવવા જોઈએ શા માટે તેમનું સંવર્ધન થવું જોઈએ એની પાછળ એક ઉમદા અને પ્રકૃતિનું શ્રેષ્ઠ કોમ્બીનેશન છે. કાગડા પ્રકૃતિના સફાઈ કામદાર છે અને તે તેમનું આ કામ ખંતપૂર્વક કરે છે. બીજી એક વિશેષતા એ છે કે પીપળાના વૃક્ષના ટેટા કાગડા ખાય છે અને પછી તેના બીજ કાગડાની હગારમાં બહાર આવે છે. કાગડા જ્યાં હગાર કરે તો જ પીપળો ઉગે છે. પીપળાના ટેટા કે તેના બી રોપવામાં આવે તો તે ઉગતા નથી પણ કાગડા ના પેટમાં કેમીકલ પ્રોસેસ થયા પછી જ તેના બીજ ઉગવા લાયક થાય છે. પીપળાના વૃક્ષનો ભારતીય સભ્યતામાં ખુબજ મહત્વ છે. પીપળો પવિત્ર વૃક્ષ ગણાય છે. ભગવાન વિષ્ણુનો તેમાં વાસ હોય છે એવું શાસ્ત્રો કહે છે. પીપળાને પાણી પાવું તે પુણ્યનું કામ ગણાય છે. પીપળાના ઘણાં ઓષધીય ગુણો છે.
ઇકો સીસ્ટમમાં પણ પીપળાનું વૃક્ષ અત્યંત ઉપયોગી છે જે રાઉન્ડ ધ કલોક પ્રચુર માત્રામાં ઓક્સીજન છોડે છે. આમ પ્રકૃતિએ સૌથી કનિષ્ઠ પક્ષી દ્વારા જ સૌથી શ્રેષ્ઠ અને પ્રકૃતિની સીસ્ટમને સૌથી વધુ ઉપયોગી વૃક્ષ ઉગે તેવી ગોઠવણ કરેલી છે.
https://khabarchhe.com/news-views/science-tech-auto/how-the-crow-helps-growing-pipal-tree.html