આપણે ત્યાના કલકલિયાઓમાં સૌથી નાનો અને ચળકતાં રંગવાળો એક કલકલિયો એટલે નાનો કલકલિયો. પાણી ઉપર ઊગેલ છૈયા, પાણી ઉપર ઝળુંબતી ઝાડ કે છોડની ડાળી કે ભેખડ જેવા સ્થળો આ નાનાં કલકલિયાના માનીતા બેસણાં. ત્યાં બેઠાં બેઠાં માથું ઊંચું નીચું કરતો પાણીમાં જોતો હોય. સપાટી નજીક જેવી કોઈ માછલી દેખાય કે ત્રાંસીઓ કુદકો મરી સપાટી ઉપરથી જ તેને ચાંચમાં પકડીને નજીકના અનુકૂળ સ્થળે પહોંચે.ત્યાં જઈને તેને માછલીને ડાબા જમણી પછાડીને ગળી જાય.
- લાલસિંહ રાઓલ