Avocet : ઊલટીચાંચ
ગજ્પાઉંની માફક રંગે
કાબરું પણ ફૂટડુ પંખી. કાળો અને ધોળો એમ માત્ર બે જ રંગ. આંખ સુધીનો માથાનો ભાગ
કાળો. આખી ડોક કાળી પણ ગળું સફેદ. પીઠમાં અને પાંખમાં સફેદ અને કાળા અને પહોળા
પટ્ટા. પાંખના છેડા કાળા. બાકીનું બધું શરીર સફેદ. પગ વાદળી અને પ્રમાણમાં
લાંબા.નર-માદા સરખાં.
ઉલટીચાંચની ધ્યાન ખેંચે
ટેવી તેની કોઈ વિશેષતા હોય તો તેની ચાંચ. રંગે કાળું, પાતળી અને લાંબી. તેની ચાંચ
ઉપરની બાજુએ વળેલી છે. આ બાબત તરફ કોઈનું પણ ધ્યાન જાય. આના લીધે તેને ઓળખવું બહુ
સહેલું.
ચોમાસું ઉતરતા પરદેશથી
અહીં આવવા માંડે. તેનું વતન યુરોપ, રશિયા અને સાઈબીરીયાના અમુક પ્રદેશો. આપણે
ત્યાં કચ્છમાં થોડાંક માળા કરતાં કવચિત દેખાયા છે. મોટાભાગના બહારથી આવે છે. ગરમી
શરૂ થતાં પોતાના વતન જવા ઉપડી જાય.
પાણી કાંઠાની જમીનમાંથી
અને પાણીમાંથી ખોરાક મેળવે. નાની મોટી ટોળીમાં ખોરાક શોધતાં હોય. સંખ્યા થોડી વધારે
હોય તો પોતાનો અલગ ચોકો જમાવીને ચરે. છાતી સમાન પાણી સુધી ચાલતાં ચાલતાં જીવડાં
પકડે. પાણી સહેજ ઊંડું આવે તો તરતાં તરતાં પોતાની ભોજન પ્રવૃત્તિ ચાલું રાખે.
ચપળતાથી પાણી ઉપર ચાંચ ડાબે જમણે પાણીમાં ઝબોળતા આગળ વધે. આવી રીતે ખોરાક મેળવતી
વખતનું તેમનું દ્રશ્ય આકર્ષક હોય છે. ચાલ મનોહર.
સ્વભાવે શરમાળ નથી.
ધીમેથી જવ તો ઠીક ઠીક નજીકથી નિરીક્ષણ કરવા દે. ખોરાક પાણીની જીવાત.
દરિયા કાંઠાના વિસ્તારમાં
ઠીક ઠીક વ્યાપક પંખી.
- "પાણીનાં સંગાથી" માંથી સાભાર