Republic Day - 2019

23 September 2018

Black-winged Kite

કપાસી (અંગ્રેજી: Black-winged Kite)

એ નાનું દિવસે શિકાર કરતું પક્ષી છે જે ઘાસીયાં મેદાનો પર મંડરાવા માટે જાણીતું છે.

આ લાંબી પાંખોવાળું શિકારી પક્ષી ખભા પર, પાંખના છેડે અને આંખો આસપાસ કાળા ડાઘ સાથેના રાખોડી કે સફેદ રંગનું હોય છે. આ પક્ષી મુખ્યત્વે તો મેદાનોમાં જોવા મળે છે.

વીજળીના તાર પર ખાસ બેઠેલું જોવા મળે અને મોકો મળતાં શિકાર પર તૂટી પડે.
તેની શિકાર કરવાની પદ્ધતિ અન્ય શિકારી પક્ષીઓ કરતાં થોડી વિવિધાતાભરી અને ધ્યાનાકર્ષક છે. આકાશમાં એક જગ્યાએ સ્થિર ઊડ્યા કરે અને શિકાર નજરે ચડતાં ત્વરિત ગતિએ ઝપટ મારી પકડી લે.