Eurasian Coot : ભગતડું -
એક જળચર પક્ષી
દસાડી, આડ, અથવા ભગતડું (અંગ્રેજી: Eurasian Coot), (Fulica
atra) એ એક જળચર પક્ષી
છે, જેનું કદ મારઘીથી નાનું છે. તેરના કપાળે સફેદ ચામડી છે.વાળી તેની ચાંચ પણ
રાખોડી ધોળી. બાકીનું આખું શરીર કાળું. પગ લીલા રંગના. પૂંછડી સાવ ટૂંકી. નર-માદા
દેખાવે સરખા. ચોમાસા બાદ નાનાં તળાવોમાં
નાની સંખ્યામાં જોવા માળે. ઠંડી શરૂ થતાં અનુકૂળ જળાશયોમાં મોટી સંખ્યામાં આવે.
આ પક્ષી તાજા પાણીના
તળાવો અને સરોવરોમાં પ્રજનન કરે છે. તેનો ફેલાવો યુરોપ, ઓસ્ટ્રેલિયા, એશિયા અને આફ્રિકામાં છે.
હાલમાં ન્યુઝીલેન્ડમાં પણ તેમનો વિસ્તાર થયો છે. આમ તો આ આખા વિસ્તારના મધ્યભાગમાં
તેનો ફેલાવો છે પણ શિયાળામાં જ્યારે પાણી થીજી જાય છે ત્યારે તે એશિયાથી છેક
દક્ષિણ અને પશ્ચીમ તરફ સ્થળાંતર કરે છે. આ પક્ષી 32–42 સે.મી. લંબાઈ અને 585–1100 ગ્રામ વજન ધરાવે છે, કપાળના ભાગે સફેદ
અને બાકીના શરીરે કાળો રંગ ધરાવે છે.
પાણીમાંની વનસ્પતિ,
તેમનાં બીજ, જીવડાં, માછલી વગેરે તેનો ખોરાક.