Republic Day - 2019

06 March 2020

નીલકંઠી

Bluethroat (નીલકંઠી)



પાણીનાં પંખી જોવા જાવ ત્યારે કિનારા નજીકનાં નાનાં છોડવા અને વનસ્પતિની છાયામાં જમીન પર ફરતાં એક સુંદર પંખીની ભાળ મેળવવાનું રખે ચૂકી જતા. ચકલી જેવડું એ પંખી દેખાવે અને રીતભાતે છે આકર્ષક. નીલકંઠી તેનું નામ.
સ્વભાવે એકલવિહારી. નર કે માદા એકલા ફરતાં હોય. ભેજવાળી જગ્યામાં ઊગેલ છોડ અને વનસ્પતિના છાયામાં હરતા ફરતાં જમીન પરથી જીવાત વીણી ખાય. ચપળતાથી થોડા ડગલાં ભરીને ચાલતાં હોય. જીવાત દેખાય કે અટકી, તરત તેને પકડીને ખાઈ જાય. ફરી સવારી આગળ ચાલે. ચાલતાં ચાલતાં દેવચકલીની માફક વારંવાર પૂંછડી પીઠ તરફ ખેંચ્યા કરે. ઉભો રહે ત્યારની અદા રૂઆબદાર.
શિયાળું મુલાકાતી. ઉત્તર યુરોપથી ઉત્તર સાઈબીરીયા સુધીનો પ્રદેશ તેનું વતન. ચોમાસા બાદ અહીં આવે અને વસંત ઋતુ બેસતાં માળા કરવા પાછી જતી રહે. વ્યાપક પંખી.
સાભાર : લાલસિંહ રાઓલ