Republic Day - 2019

24 March 2020

ઓસ્ટ્રેલિયાનું સુંદર પક્ષી: કાળા હંસ



હંસ જળાશયના કિનારે રહેનારૂં સુંદર પક્ષી છે. લાંબી મરોડદાર ડોકથી તે સુંદર લાગે છે. ગૃહસુશોભનોમાં હંસનું ચિત્ર લોકપ્રિય છે. હંસ સફેદ હોય છે અને પાણીમાં તરીને શિકાર કરે છે.
ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડમાં કાળા હંસ જોવા મળે છે. કાળા હંસની ડોક સફેદ હંસ કરતાં વધુ લાંબી હોય છે. અને હમેશાં અંગ્રેજી એસ આકારમાં મરોડદાર વળાંકમાં રહે છે. કાળા હંસની ચાંચ અને પગ પણ કાળા હોય છે.
પુખ્ત કાળા હંસ ત્રણથી ચાર ફુટ લાંબા હોય છે. અને તેની પાંખોનો ઘેરાવો દોઢથી બે મીટર હોય છે. કાળા હંસનો અવાજ બ્યૂગલ જેવો સંગીતમય હોય છે. આકાશમાં ઉડતી વખતે તે ડોક આગળ લંબાવેલી રાખે છે. આકાશમાં કતારબંધ ઉડતું હંસનું ટોળું નયનરમ્ય હોય છે.
કાળા હંસ નદી કે તળાવના કિનારે જમીન પર કે છીછરા પાણી વચ્ચે માળો બાંધે છે.


સૌજન્ય : gujaratsamachar