બુ લડોઝર અને ક્રેન જેવા સાધનો પ્રચંડ વજન
ઊંચકતાં હોય છે. આપણને નવાઈ લાગે બુલડોઝરની આટલી બધી તાકાત ક્યાંથી આવતી હશે ? ભારે વજન ઊંચકતા આ સાધનોમાં હાઈડ્રોલિક સિસ્ટમ હોય છે. નળાકારમાં ભરેલા કોઈપણ પ્રવાહીની
ઉપર દબાણ કરીએ તે તે દબાણ પ્રવાહીમાં ચારે તરફ ફેલાય
છે.
જો આ નળાકારમાં બીજી પાંચ નળીઓ જોડવામાં આવે તે નળાકારમાં આપેલું દબાણ પાંચ ગણું થઈને મળે છે. આ નિયમ પાસ્કલ નામના વિજ્ઞાાનીએ શોધેલો. બુલડોઝર અને ક્રેનમાં વપરાતી હાઈડ્રોલિક સિસ્ટમના નળાકારમાં ઓઈલ ભરેલું હોય છે.
સાંકડી નળીમાં ભરેલા ઓઈલ ઉપરનું દબાણ પહોળી નળીમાં જતાં અનેક ગણું થઈ જાય છે. આમ બુલડોઝરને શક્તિ મળે છે. અગાઉના જમાનામાં પાણીની ટાંકીમાં દબાણ આપીને પાણી દ્વારા ચાલતા દાબયંત્રો ઉપયોગમાં લેવાતાં.
સૌજન્ય : gujaratsamachar