૧. ઇ.સ.૧૯૨૧માં 'રોઝમ્સ યુનિવર્સ રોબોટ' તરીકે નાટકમાં રોબોટ શબ્દનો ઉપયોગ થયો. તેમાં રોબોટ તેના બતાવનારા માણસો ઉપર કબજો લેતા હોય તેવું નિરૂપણ હતું.
૨. ઇ.સ.૧૯૩૯માં ઇલેક્ટ્રો નામનો પ્રથમ માણસના આકારનો રોબટ બન્યો.
૩. ઇ.સ.૧૯૪૮માં માણસ જેવા કામ કરતાં' એલ્સી' અને 'એલ્મર' રોબોટ બન્યાં.
૪. લગભગ ઇ.સ.૧૪૯૫ના સમયમાં લિયોનાર્ડો દ વિન્સીએ રોબોટની કલ્પના કરી ચિત્ર બનાવેલું જેમાં માનવ આકૃતિનો રોબોટ ઉઠબેસ કરી શક્તો, હાથ અને જડબા હલાવી શકે તેવી યાંત્રિક ગોઠવણ રજૂ કરેલી. તેના આધારે ૨૦૦૨માં માર્ક હોશિમ નામના વિજ્ઞાાનીએ નાસા માટે હાલતો ચાલતો રોબોટ બનાવ્યો.
૫. ઇ.સ. ૧૯૯૦માં 'આઇરોબોટ' કંપનીએ વાસ્તવિક ઉપયોગી રોબોટ બનાવ્યા. ઘરની સફાઈ કરી આપવા જેવા અનેક કામ કરતાં લગભગ બે કરોડ રોબોટ વિશ્વભરમાં વેચાયા.
૬. ઇ.સ. ૨૦૧૪માં અમેરિકાની સેના માટે જંગલમાં ઉપયોગી થાય તેવા રોબોટિક હોર્સ બનાવ્યા. ચાર પગે ચાલતા ઘોડા જેવા આ રોબોટ લગભગ ૨૦૦ કિલો વજન લઈને ખાબડ ખૂબડ રસ્તા પર ચાલી શકે છે.
૭. રોબેર નામનો રોબોટ વૃધ્ધો અને અશક્ત માણસોને ઉઠવા બેસવામાં ટેકો આપે છે અને જરૂર પડયે તેમને ઊંચકીને પણ લઈ જાય છે.
સૌજન્ય : gujaratsamachar