નાચણ પક્ષી પંખા તથા ચકદિલ ના નામે પણ ઓળખાય છે.
કદમાં ચકલીને મળતું આવતું આ પક્ષી પોતાની પૂંછડીને પંખા આકારમાં ફેલાવે છે,તેના ટપકાંવાળા ધોળા નેણ કપાળથી શરૂ થઇ ઓડ સુધી આવે છે. તેની પીઠ કાળાશ પડતી અને પાંખપર સફેદ ટપકાં દેખાય છે.તેની પૂંછડીના વચલા બે પીંછા કાળા અને બીજાં પીંછા લાંબે સૂધી જતી ધોળી લાગતી પૂંછડીમાં હોય છે. નર-માદા સરખા રંગના હોય છે. આંખ,ચાંચ અને પગ કાળા રંગના હોય છે. નાચણ ઝાડ પર બનાવેલા કપ આકારના માળામાં ત્રણ ઇંડા મૂકે છે.મચ્છર, માખી, જીવાત તથા જમીન પરની જીવાત પણ ખાય છે. જરા કર્કશ 'ચક-ચક', ક્યારેક મધુર સીટીઓ પણ વગાડે છે.
(Wiki)