Republic Day - 2019

24 March 2020

ત્રિપુરાનો ભવ્ય રાજમહેલ: ઉજ્જયન્તા પેલેસ



રાજધાની અગરતલામાં આવેલો ઉજ્જયન્તા પેલેસ સહેલાણીઓના આકર્ષણનું કેન્દ્ર છે.

ત્રિપુરાના મહારાજા રાધા કિશોરે  ૮૦૦ એકર વિસ્તારમાં બંધાવેલો આ ભવ્ય રાજમહેલ છે. મહેલના સંકુલમાં લક્ષ્મીનારાયણ, કાલી, ઉમા મહેશ્વરી અને જગન્નાથના ભવ્ય મંદિરો છે.
૧૯૭૨-૭૩ દરમિયાન રાજમહેલનો ઉપયોગ વિધાનસભા માટે થતો હતો. અહી એક મ્યુઝિયમ છે.

જેમાં સ્થાનિક કલા કારીગરી, હસ્ત ઉદ્યોગની વસ્તુઓ તેમજ પ્રાચીન નમૂના પ્રદર્શિત કરાયા છે. મૂળ રાજમહેલ ઇ.સ. ૧૮૬૨માં બંધાયેલો પરંતુ ૧૮૯૭નાં ભૂંકપમાં નાશ પામ્યો હતો.
મુખ્ય રાજમહેલમાં જાહેર સભાગૃહ રાજાનો દરબાર હોલ, લાયબ્રેરી અને સ્વાગત કક્ષ છે. રાજમહેલ બે માળનો છે. મહેલને ત્રણ શિખર છે. સૌથી ઊંચુ શિખર ૨૬ મીટર ઊંચુ છે. મુખ્ય દરવાજા સામે સંગીત સાથેનો મ્યુઝિકલ ફુવારો છે.

મહેલની ફરતે મુઘલ ગાર્ડન જેવો બગીચો છે. મહેલની બાજુમાં કૃત્રિમ તળાવ બંધાવેલું છે. જેમાં સુશોભિત પૂલો અને ફુવારા છે. ભરપૂર કુદરતી સૌંદર્ય વચ્ચે આવેલા  આ મહેલમાં રાત્રે રોશની કરવામાં આવે છે. ત્રિપુરા જતા પ્રવાસીઓ આ મહેલની મુલાકાત લે છે.


સૌજન્ય : gujaratsamachar